Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

સુરતના પાંડેસરામાં ચાવી બનાવવા આવેલ સરદારજી ચાવી બનાવવાના બહાને કબાટમાંથી 49 હજારના દાગીના તફડાવી ફરાર થઇ જતા ગુનો દાખલ

સુરત: શહેરના પાંડેસરા હરિઓમ નગરમાં કબાટની ચાવી બનાવવા આવનાર સરદારજી ગૃહિણીને ઓઈલ અને પક્કડ લેવા ઘરની બહાર મોકલી કબાટમાંથી રૂા. 49 હજારની મત્તાના સોનાના દાગીના તફડાવી રવાના થઈ જતા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પાંડેસરા ગુ. હા. બોર્ડ નજીક હરિઓમ નગર સોસાયટીમાં રહેતા ટેક્સી ડ્રાઇવર ઉમાશંકર ગોમતીપ્રસાદ ગુપ્તાની પત્ની કવિતાએ ગત રોજ સોસાયટીમાં ચાવી બનાવવા માટે આવનાર સરદારજી જેવા દેખાતા યુવાનને કબાટની તિજોરની ચાવી બનાવવા માટે બોલાવ્યો હતો. 

(5:28 pm IST)