Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

વડોદરાના સયાજીપુરામાં જાહેરમાં બીભત્સ વર્તન કરતા પાંચ યુવતી સહીત ત્રણ યુવકને પોલીસે રાત્રીના સમયે ઝડપી પાડ્યા

વડોદરા:સભ્ય સમાજને શરમાવે તેવો અને ક્ષોભજનક સ્થિતીમાં મૂકે તેવો દેહવ્યાપાર વડોદરમાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. વડોદરાના સયાજીપુરા ખાતે ગઇરાત્રે જાહેરમાં બિભત્સ વર્તન કરતી પાંચ યુવતી અને ત્રણ યુવકોને પોલીસે ઝડપી પાડયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, એપીએમસી માર્કેટ સામે કેટલીક યુવતીઓ આવતા જતા રાહદારીઓને અશ્લીલ ઇશારા કરતી હોવાની માહિતી મળતાં તપાસ કરી હતી.

દરમિયાન 9 યુવતીઓ દેહવિક્રય માટે ઉતરી આવી હોવાની અને લોકો સામે રૂપલલના જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતી હોવાની વિગતોના પગલે હરણી પોલીસ તપાસમાં આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી પાંચ યુવતીઓ અને તેમની સાથે ત્રણ યુવકોને પણ ઝડપી પાડયા હતા.

(5:27 pm IST)