Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોનાના પગલે અમદાવાદ-મુંબઇ વચ્‍ચે દોડતી તેજસ ટ્રેન સેવા 31 માર્ચ સુધી બંધ રાખવાનો આઇઆરટીસી દ્વારા નિર્ણય

અમદાવાદઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી 150થી વધુ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. દેશભરમાં મોલ, શાળા, કોલેજ, સિનેમાહોલ બંધ કરી દેવામાં આવ્યા છે. તો લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો હવે રેલવેએ તેજસ એક્સપ્રેસ ટ્રેન સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ ટ્રેન સેવા 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવ્યો છે.

તેજસ ટ્રેન સેવા રહેશે બંધ

ભારતીય રેલવે દ્વારા તેજસ ટ્રેન સેવા 19 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ અને લખનઉ-નવી દિલ્હી વચ્ચે ચાલતી આ ટ્રેન સેવા બંધ રહેશે. આ સાથે વારાસણી-ઇન્દોર કાશી મહાકાલ એક્સપ્રેસ પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી પણ 31 માર્ચ સુધી રહેશે બંધ.

દેશભરમાં આ અન્ય 23 ટ્રેન સેવા પણ રદ્દ

દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભારતીય રેલવેએ પણ 17 માર્ચે 23 ટ્રેન સેવા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.

રેન નંબર

ટ્રેનનું નામ

રદ્દ થવાની તારિખ

11007

મુંબઇ-પુણે ડેક્કન એક્સપ્રેસ

19 માર્ચ - 31 માર્ચ

11008

પુણે-મુંબઇ ડેક્કન એક્સપ્રેસ

18 માર્ચ - 30 માર્ચ

11201

લોકમાન્ય તિલક ટર્મિનલ-અજની એક્સપ્રેસ

23 માર્ચ - 30 માર્ચ

11202

અજની-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસ

20 માર્ચ - 27 માર્ચ

11205

લોકમાન્ય તિલક ટર્મિનલ-નિઝામાબાદ એક્સપ્રેસ

21 માર્ચ - 28 માર્ચ

11206

નિઝમાબાદ-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસ

22 માર્ચ - 29 માર્ચ

22135/2136

નાગપુર-રીવ એક્સપ્રેસ

25 માર્ચ

11401

મુંબઇ-નાગપુર નંદીગ્રામ એક્સપ્રેસ

23 માર્ચ - 1 એપ્રિલ

11402

નાગપુર-મુંબઇ નંદીગ્રામ એક્સપ્રેસ

22 માર્ચ - 31 માર્ચ

11417

પુણે-નાગપુર એક્સપ્રેસ

26 માર્ચ - 2 એપ્રિલ

11418

નાગપુર-પુણે એક્સપ્રેસ

26 માર્ચ - 2 એપ્રિલ

22139

પુણે-અજની એક્સપ્રેસ

21 માર્ચ - 28 માર્ચ

22140

અજની-પુણે એક્સપ્રેસ

22 માર્ચ - 29 માર્ચ

12117/2118

લોકમાન્ય તિલક ટર્મિનલ-મનમંદ એક્સપ્રેસ

18 માર્ચ - 31 માર્ચ

12125

મુંબઇ-પુણે પ્રગતિ એક્સપ્રેસ

18 માર્ચ - 31 માર્ચ

22126

પુણે-મુંબઇ પ્રગતિ એક્સપ્રેસ

19 માર્ચ - 1 એપ્રિલ

22111

ભુસાવલ-નાગપુર એક્સપ્રેસ

18 માર્ચ - 29 માર્ચ

22112

નાગપુર-ભુસાવલ એક્સપ્રેસ

19 માર્ચ - 30 માર્ચ

11307/11308

કલબુર્ગી-સિકંદરાબાદ એક્સપ્રેસ

18 માર્ચ - 31 માર્ચ

12262

હાવડા-મુંબઇ દુરંટો એક્સપ્રેસ

24 માર્ચ - 31 માર્ચ

12261

મુંબઇ-હાવડા દુરંટો એક્સપ્રેસ

25 માર્ચ - 1 એપ્રિલ

22221

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ - 

20-23-27-30 માર્ચ

 

નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ

 

22222

નિઝામુદ્દીન-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ

21-24-26-31 માર્ચ

(4:54 pm IST)