Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

શકિતસિંહને જીતાડવાની જવાબદારી ભરતસિંહની! ચૂંટણી એજન્ટ પરમાર

ભાજપના ઉમેદવારોની જવાબદારી પરિન્દુ ભગત, વાઘાણી, જાડેજાને

રાજકોટ તા. ૧૯ :.. રાજયસભાની ચૂંટણી સંદર્ભે ભાજપ - કોંગ્રેસ સીનીયર અગ્રણીઓને જવાબદારી સોંપી છે. ટીવી ચેનલના સમાચાર મુજબ કોંગીના પ્રથમ ઉમેદવાર શકિતસિંહ ગોહીલને જીતાડવાની જવાબદારી બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને સોંપાયેલ છે.

રાજયસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ફરી ચૂંટણી એજન્ટની નિમણુંક કરી છે. જેમાં અમીત ચાવડા, શૈલેષ પરમારનો કોંગ્રેસના ચૂંટણી એજન્ટ તરીકે સમાવેશ થાય છે.

શકિતસિંંહ ગોહીલના ચૂંટણી એજન્ટ શૈલેષ પરમાર, ભરતસિંહ સોલંકીના ચૂંટણી એજન્ટ અમિત ચાવડા રહેશે. ભાજપમાંથી પરિન્દુ ભગતને સોંપાઇ જવાબદારી, જીતુ વાઘાણી અને પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે.

(4:38 pm IST)