Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોંગ્રેસે ભાજપને પછાડવા અને નરહરિ અમિનને ઘરભેગા કરવા ઘડી રણનીતિઃ ભાજપની ઊંઘ ઉડી જશે

શકિતસિંહ ગોહિલને જીતાડવાની જવાબદારી ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે, જયારે કે, ભરતસિંહ સોલંકીને ચૂંટણીમાં જીતાડવાની જવાબદારી ગુજરાત કોંગ્રેસને શિરે મુકાઈ છે

અમદાવાદ, તા.૧૯: રાજયસભાની બન્ને બેઠક જીતવા કોંગ્રેસ હાઈકમાન્ડે મહત્વની રણનીતિ અપનાવી છે. વોટિંગ સમયે જૂથવાદ સપાટી પર ન આવે તે માટે કોંગ્રેસે પ્લાન તૈયાર કર્યો છે. શકિતસિંહ ગોહિલને જીતાડવાની જવાબદારી ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપાવમાં આવી છે. જયારે કે, ભરતસિંહ સોલંકીને ચૂંટણીમાં જીતાડવાની જવાબદારી ગુજરાત કોંગ્રેસને શિરે મુકાઈ છે. ત્યારે ચૂંટણીની અંતિમ ક્ષણે હજુ કોંગ્રેસ વધુ ન તૂટે તે માટે કોંગ્રેસ ધ્યાન રાખી રહી છે. કોંગ્રેસને જીતવા માટે ૩ વોટની જરૂર છે. જેમાં બીટીપીના ૨ અને એનસીપી કાંધલ જાડેજા મત ન આપે તો ડીસકવોલિફાઈડ કરાવવા માટે પ્રયત્ન કરશે. આ સમયે જિગ્નેશ મેવાણીનો વોટ મળે તો કોંગ્રેસ પાસે ૨ સીટો જીતવાની તક છે. આ સમયે કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કે હવે રાજીનામું ન આપે માટે કોંગ્રેસને જવાબદારી સોંપાઈ છે. હાઈકમાન્ડ સારી રીતે જાણે છે કે, ભરતસિંહ પાસેથી ટિકિટ પરત લેવાશે તો કોંગ્રેસ વધુ તૂટશે પણ હવે ભરતસિંહના કૌટુબિક ભાઈ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને ભરત સિંહને જીતાડવાની જવાબદારી સોંપી કોંગ્રેસે એક કાંકરે દ્યણા પક્ષીઓ માર્યા છે. હવે કોંગ્રેસ તૂટે તો ભરતસિંહને નુકસાન જવાની સંભાવના હોવાથી ચાવડા અને ભરતસિંહ ધારાસભ્યોને સાચવવા માટે પૂરતી તૈયારી કરી રહ્યાં છે. ક્રોસ વોટિંગના ડરે શકિતસિંહ ગોહિલ, અમિત ચાવડા અને શૈલેષ પરમાર વિદ્યાનસભા પહોંચ્યા હતા. જયાં વિધાનસભા નાયબ સચિવ એ બી કરોવા સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ પાસે હજુ પણ નરહરિ અમિનનને દ્યરભેગા કરી ભાજપની આબરૂની ધૂળધાણી કરવાની તક છે. ફકત તેઓએ સંગઠિત થઈને કામગીરી કરવાની છે.

ગુજરાતમાં રાજયસભાના ગણિતો બદલાઈ શકે છે. હાલમાં ૩ બેઠકો જીતવાના દાવા કરતી રૂપાણી સરકારને ઝાટકો લાગી શકે છે. હવે જો આ પાર્ટીએ ટેકો ન આપ્યો તો નરહરી અમીનનું જીતવું મુશ્કેલ બની જશે. અથવા ભાજપે વધુ ધારાસભ્યો કોંગ્રેસના તોડવા પડશે. હાલમાં બીટીપીને મનાવવા માટે કોંગ્રેસ આકાશ પાતાળ એક કરી રહી છે. આ સમયે રાજયસભાની ચૂંટણી પહેલા બીટીપીના મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, અમને સરકારના કામથી સંતોષ નથી. ચૂંટણીમાં કોને મત આપવો એ બીટીપીની કોર કમિટિ નક્કી કરશે. આગામી ૨૪મી તારીખે કોર કમિટિની બેઠક મળવાની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે પહેલાં અહેમદ પટેલને મત આપ્યો હતો. અત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, સીએમ રૂપાણીએ દાવો કર્યો હતો કે, બીટીપી ભાજપના સમર્થનમાં મતદાન કરશે. જોકે, આ દાવાને મહેશ વાસાવામાં ફગાવ્યો છે.

જીત માટે જરૂરી છે ૩૬ વોટ, કોંગ્રેસ પાસે છે ૬૮+૧ એટલે કે ૬૯ વોટ, કોંગ્રેસનો આશાવાદ, બંને સીટ પર મળશે જીત, ૨૦૧૭ ચૂંટણીમાં BTP સાથી પક્ષ હોવાથી આપશે મત, NCP સાથે પણ છે ગઠબંધન, NCP હાઈ કમાન્ડ કાંધલ જાડેજાને આપશે વિપ, વિપ વિરુધ મતદાન કરશે તો થશે ડિસ્કવોલિફાઈ, જો ગેર હાજર રહેતો પણ થશે કોંગ્રેસને ફાયદો, હાલમાં કોંગ્રેસને ૨ સીટ માટે જરૂર છે ૭૨ વોટની તેની પાસે છે ૬૯ મત, ભાજપને ૩ સીટ માટે જરૂર છે ૧૦૮ મતની હાલમાં બીજેપી પાસે છે ૧૦૩ મત જો BTP +NCP બીજેપી સાથે રહે તો ભાજપ નું સંખ્યાબળ થાય ૧૦૬ તો પણ ભાજપને જરૂર છે ૨ વોટની

આ રણનીતિ પર ચાલી રહ્યું છે કોંગ્રેસ

રાજયના સીએમ વિજય રૂપાણીએ રાજયસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે. જેથી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈ જયપુર ગઈ છે. કોરોનાની દહેશત વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં ધુબાકા મારી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજયસભામાં ભાજપના ત્રણેય ઉમેદવારની જીત નક્કી છે. કોંગ્રેસ કહે છે કે, ભાજપના ધારાસભ્યો કોંગ્રેસમાં ભળવાના છે. કોંગ્રેસમાં કલેહના કારણે આ પ્રકારના જુઠ્ઠા પ્રચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જયપુર ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ભળી શકે છે. તો વળી છોટુ વસાવાની પાર્ટી પણ ભાજપને મત આપશે. તો અમિત ચાવડાએ દાવો કર્યો છેકે બીટીપીએ સમાન વિચારો ધરાવતી પાર્ટી છે. ૨૦૧૭થી અમારો સાથીપક્ષ છે. જે અમારી સાથે જ રહેશે.

રાજયસભાની ચૂંટણી પહેલા રાજસ્થાનના જયપુર લઈ જવાયેલા ગુજરાતના કોંગી ધારાસભ્યોને છત્તીસગઢ લઈ જવામાં આવે તેવી શકયતા છે..જયપુરમાં રહેલા તમામ ધારાસભ્યોને છત્તીસગઢ ખસેડવામાં આવશે.તેમ મનાય છે..ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બધેલને આ જવાબદારી સોંપાઈ છે. આ પહેલા કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોને વિશ્વાસ અપાવ્યો હતો કે પહેલી પ્રાથમિકતા શકિતસિંહ ગોહીલને જ આપવામાં આવશે. કોંગ્રેસના પાંચ જેટલાં ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે ત્યારે વધુ ધારાસભ્યો ન તૂટે તે માટે તેઓને જયપુર ખાતે એક રિસોર્ટમાં રાખવામાં આવ્યાં છે. ત્યારે હવે આ રિસોર્ટ બદલવામાં આવે તેવી શકયતાઓ સેવવામાં આવી રહી છે.

(4:12 pm IST)