Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી? લુણાવાડાના વૃદ્ધનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાની આશંકા : પરિવારજનોનું પણ સ્ક્રીનિંગ કર્યું! ?

ટેસ્ટ ફેરચકાસણી માટે સેમ્પલને પુણેની લેબોરેટરીમાં મોકલાયો

અમદાવાદ : કોરોના વાયરસની દહેશત વચ્ચે અમદાવાદ સિવિલમાં લુણાવાડાના વૃધ્ધનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યાની આશંકાએ દોડધામ મચી જવા પામી છે તેના ટેસ્ટની ફેરચકાસણી માટે સેમ્પલને પુણેની લેબોરેટરીમાં મોકલાયા છે અલબત્ત કોઈ આરોગ્ય અધિકારી કે મેડિકલ ઓફિસર કઈ કહેવા તૈયાર નથી પરન્તુ જો આ કેસ પોઝિટિવ હશે તો ગુજરાતનો પ્રથમ કેસ બનશે

 જાણવા મળ્યા મુજબ સ્થાનિક લેબ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વૃઘ્ધનું સેમ્પલ પુણેની લેબમાં મોકલાયું છે વૃદ્ધને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે, વૃદ્ધના પરિવારજનોનું પણ સ્ક્રીનિંગ કરાયું હોવાનું જાણવા મળે છે

(1:27 pm IST)