Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ગુજરાતના સચિવાલયના તમામ પ્રવેશદ્રાર પર મુલાકાતીનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે

લક્ષણ ધરાવતા કર્મચારીને તાત્કાલિક સેલ્ફ કવોરોન્ટાઈન માટે રજા મંજુર કરવાના આદેશ

અમદાવાદ : સચિવાલયની કચેરીઓમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે પુરતી તકેદારી રાખવા ગઈકાલે રાયના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા એક સૂચના જારી કરવામાં આવી છે. સચિવાલયના સંકુલના દરેક પ્રવેશદ્રાર પર હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ન કરવા અને ફુલ જેવા લક્ષણ ધરાવતા કર્મચારીને તાત્કાલિક સેલ્ફ કવોરોન્ટાઈન માટે રજા મંજુર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

રાયના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા કરવામાં આવેલા આદેશ મુજબ નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા ૯ જેટલા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં અધિકારીઓ વધુને વધુ કામ વીડિયો કોન્ફરન્સીંગથી કરે તેવી તાકિદ કરવામાં આવી છે.
બિનજરૂરી સરકારી પ્રવાસો ટાળવાની સાથે રજિસ્ટ્રીના પ્રિમાઈસીસમાં બિનજરૂરી આવનજાવન અટકાવાયું ફલુ જેવા રોગના લક્ષણ ધરાવતા કર્મચારી અને અધિકારીઓને સેલ્ફ કવોરન્ટાઈન માટે તાત્કાલિક મંજૂરી આપવા જણાવવામાં આવ્યું છે

(12:54 pm IST)