Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી : ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે : રૂપાણી

કોરોનાની દહેશત વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં ધુબાકા મારી રહ્યા છે

અમદાવાદ : રાજ્યના સીએમ વિજયભાઈ  રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા  તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે. જેથી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈ જયપુર ગઈ છે. કોરોનાની દહેશત વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં ધુબાકા મારી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યસભામાં ભાજપના ત્રણેય ઉમેદવારની જીત નક્કી છે

(12:50 pm IST)