Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ગોમટા ચોકડી પાસેથી ઉત્તરવહીના બંડલ પ્રકરણમાં કસુરવારો સામે કાર્યવાહીનો આદેશ આપતા રૂપાણી

આ સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવા નિર્ણય

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટના ગોમટા ચોકડી પાસેથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મોકલવામાં આવી રહેલી અને મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓના મળી આવેલા ધોરણ 10 ની બોર્ડ પરિક્ષા ના પેપર ના 4 બંડલની ઘટનામાં કસૂરવાર શિક્ષકો,પોલીસ ગાર્ડ, અને વાહન ડ્રાયવરને સામે શિક્ષાત્મક પગલાં લીધા છે. અને  આ સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ શહેર પોલીસની  ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય કર્યો છે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે  આ ધટના માં કસૂરવારો સામે સખતાઈથી પગલાં ભરવામાં આવશે અને નિર્દોષ વિદ્યાર્થીઓ ના ભાવિ સાથે ચેડાં કરનારા  કોઈ ને છોડવા માં નહિ આવે તેવી પ્રતિબ્બદ્તા રાજ્ય સરકારે વ્યક્ત કરી છે.

(12:36 am IST)