Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ગાંધીનગર સે-24માં બેન્ક એટીએમ તોડવાનો ગઠીયાનો પ્રયાસ અસફળ રહ્યો

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે શહેરના સે-ર૪માં ગઈકાલે રાત્રે આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. જો કે એટીએમનું સાયરન વાગી જતાં એટીએમમાં ચોરી કરવા આવેલો શખ્સ ત્યાંથી નાસી છુટયો હતો. ઘટનાની જાણ થતાં સે-ર૧ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી. 

પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે તાજેતરમાં જ છત્રાલ અને વાવોલની બેંકમાં લૂંટારૂઓ ત્રાટકયા હતા.

આવી સ્થિતિમાં પોલીસ દ્વારા બેંક અને એટીએમના સિક્યોરીટી ગાર્ડ રાખવા માટે તાકીદ કરવામાં આવી હોવા છતાં ગઈકાલે રાત્રે સે-ર૪માં સિક્યોરીટી ગાર્ડ વગરના આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં એક તસ્કર ઘુસ્યો હતો અને તેણે અન્ય ચાવીથી એટીએમનું લોક ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

(5:45 pm IST)