Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

અમદાવાદમાં PUBG બાદ હવે LUDO ગેઇમ રમનારા સામે કાર્યવાહીઃ ૪ શખ્સો સામે જુગારનો કેસ

અમદાવાદ :ગુજરાતમાં પબજી ગેમ રમનારાઓ પર તંત્રએ ગાળિયો કસ્યો છે. માનસિક રીતે નુકશાન કરતી આ ગેમ પર રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકાયો છે. તો કેટલાક શહેરોમાં પબજી રમનારાઓને પકડીને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે લુડો રમનારાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં લુડો ગેમ પર જુગાર રમનારાઓ પર તવાઈ આવી છે. મણિનગરમાં લુડો ગેમ રમનારા ચાર લોકો પર જુગારનો કેસ કરાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં લુડો ગેમ રમનારા ચાર લોકો સામે જુગારનો કેસ કરાયો છે. આમ તો લુડો ગેમ પર કોઈ પ્રતિબંધ નથી. તેમ છતા પોલીસે લુડો પર જુગાર રમનારાઓ પર કેસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, માત્ર પબજી અને મોમો ચેલેન્જ પર જ પ્રતિબંધ છે, ત્યારે હવે લુડો ગેમ રમાનારાઓ પર કાર્યવાહી થતા લોકો ચોંક્યા છે.

(4:34 pm IST)
  • ૭૦ વર્ષની એકધારા ''રટણ''ની હવે એકસ્પાયરી આવશેઃ પ્રિયંકા ગાંધીના મોદી સરકાર ઉપર પ્રહારોઃ 'રીપોર્ટ કાર્ડ' સાંભળવામાં સારૂ લાગે છેઃ યુપીમાં ૫ વર્ષમાં કોઇ બદલાવ આવ્યો નથી access_time 3:22 pm IST

  • ૨૪ કલાકમાં પશ્ચિમ બંગાળ, ઓરીસ્સા અને ઝારખંડમાં તોફાની પવન સાથે વરસાદ પડશેઃ સ્કાયમેટ access_time 11:25 am IST

  • જોડીયાના બાદનપરની ઉંડ નદીમાંથી રેતી ચોરી કરતાં ૧૭ વાહનોને ઝડપી લેતી જામનગર ગ્રામ્ય પોલીસ : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા પોલીસ અધિક્ષક શરદસિંઘલ (જામનગર), સંદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.સી.ગોહીલ, વી.કે.ગોહીલ સહિતનાઓએ અલગ અલગ ટીમો બનાવી જોડીયા અને બાદનપર નદીકાંઠા વિસ્તારમાં કોમ્બીંગ કરી ૧૪ ડમ્પરો અને ૨ ટેકટરો તથા ૧ જેસીબી મશીન સહિત કુલ ૧૭ વાહનોને જપ્તીમાં લઈ ખાણ ખનીજ વિભાગ જામનગરને સોંપી રેતી ચોરી સબબ કાર્યવાહી હાથ ધરી access_time 6:04 pm IST