Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

વડોદરામાં ગુરૂકુળ નિર્માણઃ ગુરૂવારે ઉદ્ઘાટન

રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળની ૩પ મી શાખાઃ ૧પ એકર જગ્યા પ્રાકૃતિક વાતાવરણ

રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળ દ્વારા વડોદરાના વરણામાં વિસ્તારમાં ૧પ એકર જગ્યામાં એક લાખ ફુટ બાંધકામથી નિર્માણ પામેલ ગુરૂકુળની ઇમારતની તસ્વીર.

રાજકોટ, તા., ૧૯: વડોદરાના વરણામા નેશનલ હાઇવે નં.૮ ખાતે રાજકોટ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલની નવ ૩પ મી શાખાનો આરંભ થઇ રહયો છે. નીલકંઠધામ-પોઇચાના નિર્માતાને સુરત ગુરૂકુલના મહંતશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ વડોદરા ગુરૂકુલના ઉદઘાટન માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

વડોદરા ગુરૂકુલના મહંતશ્રી કેશવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ છે કે તા.૧૮ થ ર૧ માર્ચ સુધી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ ગુરૂકુલ પરીવારના ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં યોજાનાર આ મહોત્સવ અંતર્ગત ત્રણ દિવસ સુધી દેશકાજે શહીદ થયેલ આપણા જવાનોના આત્માની શાંતિ અર્થે રપ કુંડી શ્રી મહાવિષ્ણુયાગ તથા ૧૦૮ કલાક સ્વામીનારાયણ મહામંત્રની અખંડધૂન યોજાયેલ છે. જેમાં માણેજા, માંજલપુર, તરસાલી, છત્રાલ, કુચ્ચન,ધુમીલ, તેલોદ, મેનપુરા વગેરે ગામના હરીભકત મહિલા-પુરૂષો જોડાયા છે. મુખ્ય કાર્યક્રમ તા.ર૧મીના યોજાશે. જેમાં તા.ર૧ના સવારે નવ વાગ્યે સમુહ મહાપુજા, શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા, સવારે ૧૧ વાગ્યે તિલક હોળી સાથે ધૂળેટી પર્વની ઉજવણી, પુષ્પદોલોત્સવ દર્શન, બપોરે ૪.૦૦ વાગ્યે વચનામૃત વ્યાખ્યાનમાળા બપોરે ૪.૩૦ વાગ્યે રકતદાન કેમ્પ યોજાશે.

આ પ્રસંગે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતી પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ભગવાનન પ્રતિષ્ઠા કરશે. જયારે મહોત્સવનું દીપ પ્રાગટય વૈષ્ણવાચાર્ય પુ.પા. ગૌ.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્ર વડોદરાના હસ્તે કરાશે.

તા.૨૧ મીના સાંજે પાંચ વાગ્યે ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે. રાજયના મુખ્યમંત્ર વિજયભાઇ રૂપાણીના હસ્તે ગુરૂકુલનું ઉદઘાટન થશે. સાંજે ૭ વાગ્યે સુરત ગુરૂકુલના બાળ તથા યુવા  કલાકારો દ્વારા શૈક્ષણીક બિલ્ડીંગ પર ભવ્યાતીભવ્ય લાઇટ વિઝન શો યોજાશે. જેમાં સાંસ્કૃતિકતા સભર ગુરૂકુલ પરંપરાના દર્શન કરાવાશે.

આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ કહયું હતું કે પંદર એકરમાં પથરાયેલી નૈસર્ગીક વાતાવરણમાં એક લાખ ફુટના બાંધકામમાં જુન ર૦૧૯ થ ગુજરાતી ધો. ૬ થ ૯ તથા સીબીએસઇ ધો.૧ થી ૭ ના વિદ્યાર્થીઓ વિદ્યા, સદવિદ્યા સાથે બ્રહ્મવિદ્યાનો લાભ લેશે. આ ઉપરાંત કોલેજના યુવા વિદ્યાર્થીઓ સંતોના સાનિધ્યમાં રહેવાનો લાભ લેતા થશે. આ ઉત્સવમાં અમેરીકા, લંડન, આફ્રિકા તેમજ મુંબઇ, પુના, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, મોરબી વગેરે વિસ્તારોમાંથી હરીભકતો તેમજ રાજકોટ ગુરૂકુલની ૩૫ શાખાઓમાંથી પુજનીય સંતો-મહંતો પધારી દર્શન તથા આશીર્વાદનો લાભ આપશે.

(3:52 pm IST)
  • અમદાવાદના ચમનપુરામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયુ બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ઘી વેચવાનું કારસ્તાન : ઝડપાયુ : ક્રાઈમ બ્રાન્ચે ૩.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો access_time 6:04 pm IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • ઇસરત જહા એન્કાઉન્ટર કેસઃ વણઝારા-તરૂણ બારોટ હાજર રહયાઃ પ્રોસિડીંગ્સ ડ્રોપ કરવા માગણી કરી : પ્રોસીકયુસનને ચલાવવા સરકારે મંજુરી નથી આપીઃ ૨૬ માર્ચે વધુ સુનાવણી access_time 4:08 pm IST