Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સાબરડેરીની ચૂંટણીમાં જબરો અપસેટ સર્જાયો : ચેરમેનપદે મહેશ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે જ્યંતિ પટેલ ચૂંટાયા

જેઠાભાઇ પટેલના ટેકેદારો અને સમર્થકોમાં સોપો પડી ગયો

સાબરકાંઠા: અરવલ્લી જીલ્લાના લાખ્ખો પશુ પાલકોના વિશ્વાસના પ્રતીક અને હજ્જારો કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સાબરડેરીના ચેરમેન-વાઈસ ચેરમેન ચૂંટણી યોજાયેલી જેમાં ચૂંટણીમાં સાબરડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઇ પટેલ ચેરમને પદ પર ત્રીજી વાર દબદબો જાળવી રાખી સાબરડેરી પર કબ્જો જાળવી રાખશે તેવું મનાઈ રહ્યું હતું ત્યારે સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ઉલટફેર જોવા મળ્યો હતો અને ધી.સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંક.લી ના ચેરમેન મહેશભાઈ અમીચંદ ભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે જયંતીભાઈ પટેલ ચૂંટાઈ આવતા ગુજરાત સહીત સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના સહકારી રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો જેઠાભાઇ પટેલના ટેકેદારો અને સમર્થકોમાં સોપો પડી ગયો હતો બંને જીલ્લાના લાખ્ખો પશુપાલકોએ ચેરમેન તરીકે મહેશભાઈ પટેલની નિમણુંક ને વધાવી લીધી હતી

સાબરડેરીની મંડળની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતા ફરીથી ચૂંટણી ન કરાતા રિટના આધારે કસ્ટોડિયનની નિમણૂક 1 ફેબ્રુઆરી 2018મા કરવામાં આવી હતી. 16 વિભાગોની ચૂંટણી કરવા અદાલતમાં કેસ દાખલ કર્યા હતા. સર્વોચ્ચ અદાલતમાં મુદ્દત પડતા 24 ફેબ્રુઆરી 2018ના દિવસે ચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી. પછી 8મી માર્ચે ચૂંટણી કરવાનું નક્કી કરાયું હતું, જેમાં વડી અદાલતે સ્ટે આપ્યો હતો. મામલે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ થઈ હતી. હવે એક વર્ષ બાદ સમાધાન થતા ચૂંટણી યોજાય રહી છે. અગાઉ ચૂંટણી ઝોન પ્રમાણે યોજાતી હતી પણ તેને તાલુકા પ્રમાણે યોજવા માટે એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. હાઇકોર્ટે પણ અગાઉની પદ્ધતિથી ચૂંટણી યોજવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં કરેલી PIL પાછી ખેંચીને જૂની પ્રક્રિયા પ્રમાણે ચૂંટણી યોજવા સહમતિ સધાઈ હતી.

કાયદાકીય ગૂંચમાં ફસાયેલી ચૂંટણી જાહેર થતા ગુજરાતના અને સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં સહકારી અગ્રણી તરીકે જાણીતા સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલે સાબરડેરી જંગમાં એન્ટ્રી થતા નવાજૂનીનાં એંધાણ વર્તાય હતા સાબરડેરીની ચૂંટણીમાં સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મહેશ પટેલ અને જેઠાભાઈ પટેલે ઉમેદવારોને સમજાવીને 12 બેઠકો બિનહરીફ કરી હતી. જેઠાભાઈ GCMMF - ગુજરાત કોપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન આણંદ ચેરમેન રહી ચુક્યા છે રાજ્યના કૃષિ પ્રધાન આરસી ફળદુ સાથે નિકટના સંબંધો પણ કામ આવ્યા ન હતા

(7:36 pm IST)