Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મહેમદાવાદ: નેનપુરમાં પ્રાથમિક શાળામાં જુગાર રમતા 6 ઈસમોને પોલીસે 14 હજારના મુદામાલ સાથે પકડ્યા

મહેમદાવાદ:પોલીસે નેનપુર ગામે પ્રાથમિક શાળામાં જુગાર રમતા છ ઈસમોને જુગાર રમવાના સાધનો તથા રોકડ રૂ. ૧૪,૬૮૦ સાથે ઝડપી પાડ્યા હતાં. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમ્યાન નેનપુર ગામે મહાદેવપુરા વિસ્તારમાં પ્રાથમિક શાળાના ઓટલા ઉપર લાઈટના અજવાળામાં કેટલાક લોકો હારજીતનો જુગાર રમતા હતા. જેથી પોલીસે રેઈડ કરતા તીન પત્તીનો ગોળ કુંડાળુંવાળી જુગાર રમતા કાનજીભાઈ છોટાભાઈ જાદવ, રામસિંગ મનુભાઈ જાદવ, મેલાભાઈ ગોતાભાઈ જાદવ, જયેશભાઈ સોમાભાઈ પટેલ, નિલેષભાઈ ગોવિંદભાઈ પરમાર તથા કાળુભાઈ હાથીસિંહ જાદવ (તમામ રે. નેનપુર) ને રૂ. ૧૪૬૮૦ રોકડ તથા પત્તાપાના સાથે ઝડપી પાડ્યા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:45 pm IST)