Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વડોદરામાં ભરવાડે વાછરડાનો સોદો કસાઇઓ સાથે કરી વેચી નાખતા તપાસ શરૂ

વડોદરા:ન્યૂ વીઆઈપીરોડ રાજદીપ ટેનામેન્ટની સામે અને સેફ્રોન બેનીકસ એપાર્ટમેન્ટની બાજુમાં મુખ્ય રસ્તાને અડીને આવેલા ભરવાડવાસમાં રહેતા ભરવાડે કસાઈચોરે વેચેલા વાછરડાને પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીના સભ્યોએ બચાવી લીધુ છે. અને આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે રાજય સરકારના વડોદરા  જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ  સોસાયટીના માનદ સભ્ય જતીન વ્યાસ (રહે. હેમદીપ રેસીડેન્સી સયાજી ટાઉનશીપ રોડ ન્યુ વીઆઈપી રોડ)ને માહિતી મળી હતી કે, ભરવાડવાસમાં રહેતો એક ભરવાડ વાછરડાને કસાઈને વેચવાનો છે. અને કસાઈઓ રીક્ષા લઈને વાછરડું લેવા આવવાના છે. જેથી બપોરે પોણાબાર વાગ્યે  કાર્યકરો સાથે વોચ ગોટવી હતી.

દરમિયાન એક રીક્ષા આવી હતી. અને એક ભરવાડે ક્રુરતાપૂર્વક વાછરડાને ગળાફાંસો આવે તે રીતે બાંધી રીક્ષામાં ચડાવી દીધો હતો. ૧૫૦૦ રૂપિયા લઈને ભરવાડે કસાઈઓને ભાગવાનો ઈસારો કર્યો હતો. કસાઈઓએ રીક્ષા ભગાવી મૂકતા તેમનો પીછો કરીને રીક્ષા આંતરીને ઉભી રખાવી હતી. દરમિયાન પોલીસને ફોન કરતાં આરોપીઓ રીક્ષા અને વાછરડું છોડીને ભાગી ગયો હતો. જે અંગે જતીન વ્યાસે બાપોદ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.

(6:42 pm IST)