Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વલસાડમાં જુના મકાનમાંથી નવજાત બાળક મળી આવતા અરેરાટી

વલસાડ:ના અબ્રામા રામનગર વિસ્તારમાં એક જૂના ચણતરના એક મકાનમાંથી તાજું જન્મેલું ભૃણ અર્ધ દાટેલી હાલતમાં મળી આવતા લોકોએ આ બાબતે સીટી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ સીટી પોલીસે હાથ ધારેલી તપાસમાં મહિલાએ તેના પતિના મિત્ર સાથેના આડાસંબંધો થાકી ગર્ભ રહી ગયો હોવાની નિખલાસ કબૂલાત કરતા એક તબક્કે તો પોલીસ પણ ચોંકી ઊઠી હતી. જે બાબતે મહિલા પોલીસ કર્મચારીએ વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ અબ્રામાના રામનગર વિસ્તારમાં એક મહિલા તેણીના બે સંતાનો અને નાનીમા સાથે રહે છે. તેણીના પતિ બેંગ્લૂરૃ ખાતે હલવાઈ તરીકે કામ કરતા હોઈ, તે હાલે ત્યાંજ રહે છે. પતિની ગેરહાજરીમાં પરીણિતાની આંખો નજીકમાં રહેતા તેના મિત્ર સાથે મળ્યા બાદ બંને વચ્ચે આડા સંબંધો બંધાયા હતા. જે અનૈતિક સંબંધોનો સિલસિલો ચાલુ જ રહેતા પરીણિતાને ઘર્ભ રહી ગયો હતો. પતિ પરત આવશે અને સમાજમાં બદનામી થશે તેવા ડરથી મૂંઝવણમાં મુકાઈ ગયેલી પરીણિતા ૫ માસનો ગર્ભ પડાવવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. પરંતુ ફરજ પરના તબીબે ગર્ભપાત કરાવવા સ્પષ્ટ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો.

(6:35 pm IST)