Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગુજરાતના પતંગોત્સવની જેમ અમદાવાદમાં હોળીનો ફાગ મહોત્સવ છવાયોઃ રાજસ્‍થાનના લોકોઅે ગુજરાતના વિકાસને વેગ આપવાનું કામ કર્યું છેઃ વિજયભાઇ રૂપાણી

અમદાવાદઃ પતંગ મહોત્‍સવ બાદ અમદાવાદમાં હોળી પર્વ અંતર્ગત ફાગ મહોત્‍સવમાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતાં અને પતંગ મહોત્‍સવની જેમ અમદાવાદમાં ફાગ મહોત્‍સવ છવાઇ ગયો છે તેમ તેઓઅે જણાવ્યું હતું.

શ્રી પ્રતાપ સેના અને રાજસ્થાન યુવા મંચ દ્વારા શાહીબાગના કેન્ટોલમેન્ટ ખાતે આયોજિત ફાગ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજસ્થાન ગુજરાતનું પડોશી રાજ્ય છે. રાજસ્થાનના લોકોએ ગુજરાતમાં વસી ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી ગુજરાતના વિકાસ-પ્રગતિને વેગ આપવાનું કાર્ય કર્યું છે. પતંગોત્સવ જે રીતે ગુજરાતની વૈશ્વિક બ્રાન્ડ બન્યો છે તે રીતે હોળીનો તહેવાર રાજસ્થાનની બ્રાન્ડ બની ચૂક્યો છે. ફાગોત્સવ રંગોનો તહેવાર છે. તે રીતે આપણા સૌના જીવનમાં ફાગોત્સવનાં રંગો રેલાય અને આગામી વર્ષ ઉમંગ-ઉલ્લાસ સાથે વિતે તેવી સૌને શુભેચ્છા પાઠવી હતી.

રાજસ્થાન મહારાણા પ્રતાપના પરાક્રમ, ભામાશાની ઉદારતા-સખાવત માટે ઓળખાય છે તે ઉપરાંત રાજસ્થાન વેપાર અને સંસ્કારની ભૂમિ પણ છે, રાજસ્થાન આગવા ખમીર અને ખુમારી સાથેનો ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયેલી ગુજરાતની વિકાસ યાત્રામાં રાજસ્થાની લોકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, તેમ જણાવી તેમણે ગુજરાતમાં રાજસ્થાની લોકો સુમેળથી ભળી ગયા છે અને આજે અમદાવાદમીની રાજસ્થાનબની ચૂક્યું છે તેની ભૂમિકા આપી હતી.

રાજસ્થાની લોકસંસ્કૃતિની વિરાસત અજોડ છે તેમ જણાવી તેમણે નવી પેઢી નિરાશ થાય અને ઉત્સાહનું વાતાવરણ બની રહે તે રીતે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરવા સહિયારો પુરૂષાર્થ માટે કટિબદ્ધ થવા જણાવ્યું હતું.

(5:53 pm IST)