Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

શંખેશ્વરમાં મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાત વેળાએ વૃદ્ધ જૈન મહારાજ સાહેબ ગુસ્સે ભરાયા

જૈન મુનિને મંદિરમાં જતા રોકવામાં આવતા ગુસ્સે થયા : કાર્યકર્તાને મુક્કો માર્યો : લોકો સ્તબ્ધ

પાટણ : પાટણમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શંખેશ્વરની મુલાકાત વેળાએ એક વૃદ્ધ જૈન મહારાજ સાહેબ ગુસ્સે ભરાયા હતા રૂપાણીની આ મુલાકાત દરમ્યાન વૃધ્ધ જૈન મહારાજ સાહેબ મંદિરમાં જવાની જીદ કરતા તેમને રોકવામાં આવ્યા હતાં.તેથી ગુસ્સે ભરાયેલા મહારાજ સાહેબે રોકનાર કાર્યકરને મુક્કો માર્યો હતો. આ ઘટનાથી આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. જૈન સાધુ હિંસક બનતા જૈન સાધુની ગરિમા ઉપર સવાલ ઉઠયા હતાં.  
  અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણ પાટણ જીલ્લાના શંખેશ્વર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે શરૂ કરાયેલી આ વિસ્તારની કોલેજનું તકતીનું અનાવરણ કર્યું હતું.
તકતી અનાવરણમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે જૈનમુનિઓ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના પત્ની પણ શંખેશ્વરના મહેમાન બન્યા હતા.

 

(10:44 am IST)