Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી કરશે પરફોર્મ :લાડકી ગીત ગાવાની ઇચ્છા કરી વ્યક્ત

ગાયક કલાકાર પાર્થિવ ગોહેલ અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે પણ પર્ફોમન્સ કરશે

અમદાવાદ : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બપોરે 11:55 વાગે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે. તેમની 2 દિવસીય ભારત યાત્રામાં તેઓ ખાસ કરીને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ભાગ લેવાના છે

ત્યારે અહીં યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં લોકકલાકાર કિર્તિદાન ગઢવી સહિત ગાયક કલાકાર પાર્થિવ ગોહેલ અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે પણ પર્ફોમન્સ આપવાના છે. જો કે, કિર્તીદાન ગઢવીએ ટ્રમ્પ સમક્ષ લાડકી ગીત ગાવાની ઇચ્છા દર્શાવી હતી.

(10:16 pm IST)