Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

હારીજ તાલુકા પંચાયત કચેરીના સિનિયર ક્લાર્ક અને જુનિયર એન્જીનીયર 2500ની લાંચ માંગતા એસીબીના હાથે ઝડપાયા

સ્વચ્છ ભારત મિશન યોજના નાણાં અરજદારના ખાતામાં જમા કરાવવા અને ચેક કઢાવવા લાંચ માંગી હતી

હારીજ તાલુકા પંચાયત કચેરીના સિનિયર ક્લાર્ક અને જુનિયર એન્જીનીયર 2500ની લાંચ લેતા ઝડપાયા છે સ્વચ્છ ભારત મિશન યોજનાના નાણાં અરજદારના ખાતામાં જમા કરાવવા અને ચેક કઢાવવા માટે લાંચ મંગાવાના કેસમાં સૌનકકુમાર વિષ્ણુપ્રસાદ દવે  (સિનિયર કલાર્ક, આઇ.આર.ડી. બ્રાન્ચ તાલુકા પંચાયત કચેરી હારીજ) અને શૈલેષકુમાર જગદીશભાઇ ઠકકર (જૂનિયર એન્જનીયર તાલુકા પંચાયત કચેરી,હારીજ ) ને લાંચની માંગણીની અંગે સ્વીકારતા ઝડપી લેવાયા છે

  સરકારની સ્‍વચ્‍છ ભારત મીશન યોજના હેઠળના નાણા અરજદારના ખાતામાં જમા કરાવવા સારૂ તાલુકા પંચાયત હારીજમાંથી ચેક કઢાવવા સારૂ બન્ને આક્ષેપીતોએ ફરીયાદી  પાસેથી પ્રથમ રૂ.૩૦૦૦-ની માંગણી કરેલ અને રકજકના અંતે રૂ.૨૫૦૦ આપવાનુ નકકી કરેલ.

 જે લાંચના નાણા ફરીયાદીએ આપવા ન હોય એ.સી.બી. મા ફરીયાદ  કરતા, જે આધારે એસીબીએ લાંચના છટકાનુ આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસે લાંચના નાણા માંગેલ  ત્યારબાદ આક્ષેપીતને શક પડતા લાંચના નાણા સ્વીકારેલ નહી .ઉપરોક્ત બન્ને આરોપીઓએ ફરીયાદી પાસે લાંચના નાણાની માંગણી કરી પોતાની રાજય સેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક આચરી ગુનો કરી પકડાય ગયેલ છે.

(9:45 pm IST)