Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા રૂફટોપ (સોલાર સિસ્ટમ) ના વપરાશ અંગે એમ.ડી. શાહમીના હુશેન દ્વારા વ્યાપક ઝુંબેશ : વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ માટે લોકજાગૃતિ અર્થે કસ્ટમર કેર નંબર જાહેર

        વડોદરાઃ  વડાપ્રધાન નરેન્દ્રભાઇના વિજળી બચાવવા માટેના ડ્રીમ પ્રોજેકટ સમા ધાબા પર સોલાર સીસ્ટમ (રુફટોપ)ના વ્યાપક  વપરાશ અંગે લોકજાગૃતિ અર્થે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. શાહમીના હુશેન દ્વારા વિવિધ સેમીનારો યોજી લોકજાગૃતિ માટેના તમામ પ્રયાસો કરવા સાથે ટુંકી ઓડીયો કલીપો પણ ગુજરાતભરમાં વાયરલ કરવામાં આવી છે.

        ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા રુફટોપ  (સોલાર સીસ્ટમ) અંગે લોકોના મનમાં રહેલી શંકા-કુશંકા દૂર કરવાના પ્રયાસો પણ ઓડિયો કલીપો દ્વારા કરવામાં આવ્યા છે.   કેવી રીતે સબસીડી મળે તે માટે લોકોને સમજાવવા પણ એમ.ડી. શાહમીના હુશેન દ્વારા પ્રયાસો થવા ઉપરાંત આ યોજનાની છેલ્લી તારીખ ર૮ ફેબ્રુઆરી હોવાનું અને લોકોને કોઇ તકલીફ પડે તો  કસ્ટમર કેર નંબર ૧૯૧ર૩ પર સંપર્ક કરવા પણ સેમીનારમાં જણાવાયુ હતુ.

(9:18 pm IST)