Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

સુરત:પાંડેસરા-બમરોલી નજીક સોસાયટીમાં દરોડા પાડી પોલીસે કાપડનો વ્યવસાય કરતા 7 જુગારીઓને 51 હજારની મતા સાથે ઝડપી પાડયા

સુરત: શહેરના પાંડેસરા-બમરોલી રોડની તિરૂપતી સોસાયટીમાં દરોડા પાડી પોલીસે કાપડનો વ્યવસાય કરતા 7 જણાને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 51 હજારની મત્તા કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાંડેસરાની તિરૂપતી સોસાયટીના પ્લોટ નં. 27, 28માં આવેલા કાપડના કારખાનાના ત્રીજા માળે પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જયાંથી કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઇ ચંદુભાઇ પટેલ (રહે.અંબિકાનગર, ડિંડોલી), હરેશભાઇ કાંતીલાલ પ્રજાપતી (રહે. જલારામનગર, પાંડેસરા), પરેશભાઇ મુળચંદભાઇ પટેલ (રહે. સુમન સેલ એપાર્ટમેન્ટ, ફાયર સ્ટેશનની બાજુમાં, અલથાણ), મહેશભાઇ બાલુભાઇ પટેલ (રહે. સર્વોદય નગર, પાંડેસરા), સુનીલભાઇ બાબુભાઇ પટેલ (રહે. સાંઇબાબા સોસાયટી, પિયુષ પોઇન્ટ, પાંડેસરા), હિતેન્દ્ર ચેલાભાઇ પટેલ (રહે. જલારામ ઇન્ડ્રસ્ટ્રીયલ, દક્ષેશ્વરનગર પાસે, પાંડેસરા) અને લોકેશ પ્રકાશ પટેલ (રહે. ગોપાલનગર, પિયુષ પોઈન્ટ, પાંડેસરા) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી જુગારની રમતના અને અંગ જડતીના મળી કુલ રૂા. 51,750ની મત્તા કબ્જે લીધી હતી

(5:55 pm IST)