Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ટ્રમ્પ દ્વારા માત્ર ને માત્ર ભારતનો એકસકલુઝીવ પ્રવાસ

વોશીંગ્ટન ડીસીથી સીધા અમદાવાદ આવશે અમેરીકી રાષ્ટ્રપતિ : કાર્ટર, ઓબામા પછી માત્ર ભારતનો પ્રવાસ કરનાર ટ્રમ્પ ત્રીજા અમેરીકી પ્રમુખ

અમદાવાદ : અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી તા.૨૪ના રોજ બે દિવસના ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પનો આ પહેલો અને એકસકલુઝીવ ભારત પ્રવાસ છે.  આ પ્રવાસ અંતર્ગત તેઓ સીધા વોશીગ્ટનથી અમદાવાદ પહોંચશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ પણ જણાવેલ કેે અમેરીકી રાષ્ટ્રપતિનું વોશિગ્ટનથી સીધુ અમદાવાદ આવવુ. બધા માટે ગૌરવની વાત છે. ટ્રમ્પ અમદાવાદમાં સાબરમતી આશ્રમ જશે અને પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇની હાજરીમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ મોટેરાનું ઉદ્ઘાટન કરશે. અહિં જ તેઓ 'નમસ્તે  ટ્રમ્પ' કાર્યક્રમને સંબોધીત પણ કરશે. અમદાવાદથી તેઓ આગરા અને દિલ્હી પણ જશે. જયા ધ્વીપક્ષીય વાતચીત યોજાશે.

વિદેશ ખાતાના જણાવ્યા મુજબ  ટ્રમ્પનો આ ભારત પ્રવાસ ખુબ જ મહત્વનો છે. ભારત-અમેરીકા વચ્ચે  છેલ્લા કેટલાક વર્ષોમાં સંબધો વધુ પ્રગાઢ થયા છે.  ટ્રમ્પ અમેરીકાના સતત ચોથા રાષ્ટ્રપતિ બનશે જે ભારત પ્રવાસે આવ્યા છે.  ટ્રમ્પે થોડા સમય પહેલા ભારત પ્રવાસ માટે આતુર હોવાનું જણાવેલ. તેઓ તેમના કાર્યકાળના અંતિમ મહિનાઓમાં ભારત પ્રવાસ ખેડનાર છે.

 ટ્રમ્પ પોતાના પહેલાના બે રાષ્ટ્રપતિઓ જીમ્મી કાર્ટર (૧૯૭૮) અને ઓબામાંં (૨૦૧૦ તથા ૨૦૧૫) બાદ એવા ત્રીજા અમેરીકી પ્રમુખ બનશે. જેઓ ભારત એકસકલુઝીવ પ્રવાસ કરી રહયા હોય. હમેશા એવુ થયુ છે કે અમેરીકી રાષ્ટ્રપતિ  દક્ષિણ એશીયાના પ્રવાસ ઉપર ભારતની સાથો સાથ અન્ય દેશોનો પ્રવાસ પણ કરે છે. ડીઆઇજન હોવર, રીચર્ડ નિકસન, બિલ કલીટન અને જયોર્જ બુશે ભારતના પ્રવાસની સાથે પાકિસ્તાન અને અફઘાનીસ્તાન પણ ગયા હતા.  ટ્રમ્પ પણ ગયા વર્ષે અફઘાનના પ્રવાસે ગયેલ, જયા તેમણે બગરામમાં અમેરીકી સૈન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતીે. પણ આ વખતે તેઓ અલગથી જ ભારત પ્રવાસ કરનાર છે. ઓબામાં એકલા એવા રાષ્ટ્રપતિ હતો કે જેઓ પોતાના બંને કાર્યકાળમાં ભારત પ્રવાસે આવ્યા હોય. અને તેઓ એકમાત્ર અમેરીકી રાષ્ટ્રપતિ છે કે જે ભારતીય ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથી તરીકે સામેલ થયા હોય. (૩૭.૧૧)

ભારતનો પ્રવાસ કરનાર ૭માં અમેરીકી રાષ્ટ્રપતિ હશે ટ્રમ્પ

રાષ્ટ્રપતિ         કેટલા દિવસ                કયાં ગયેલ

ડી આઈર્જનહાવર ૯-૧૪ ડિસેમ્બર ૧૯૫૯    નવી દિલ્હી, આગ્રા

રિચર્ડ નિકસન   ૩૧ જુલાઈ - ૧ ઓગષ્ટ ૧૯૬૯        નવી દિલ્હી

જિમ્મી કાર્ટર     ૧-૩ જાન્યુઆરી, ૧૯૭૮   નવી દિલ્હી, દોલતપુર - નસીરાબાદ

બિલ કિલન્ટન   ૧૯-૨૫ માર્ચ, ૨૦૦૦      નવી દિલ્હી, આગ્રા, જયપુર, હૈદ્રાબાદ, મુંબઈ

જોર્જ ડબ્લ્યુ બુશ ૧-૩ માર્ચ, ૨૦૦૬         નવી દિલ્હી, હૈદ્રાબાદ

બરાક ઓબામા   ૬-૯ નવેમ્બર ૨૦૧૦      મુંબઇ, નવી દિલ્હી

                 ૨૪-૨૭ જાન્યુઆરી, ૨૦૧૫    નવી દિલ્હી

ડોનાલ્ડ ટ્રમ્પ     ૨૪-૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦  અમદાવાદ, આગ્રા, નવી દિલ્હી

(1:19 pm IST)