Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સુરતમાં જવેલરીની ફેક્ટરીમાં ચોરીનો ભેદ ઉકેલાયો : નવ બંગાળી કારીગરો ઝડપાયા

લગડી નંગ 10 સાથે રોકડ અને મોબાઈલ ફોન મળી 31 લાખનો મુદ્દામાલ કબજે

 

સુરત : બે દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ડિઝલ જવેલર્સ નામની દાગીના બનાવતી ફેકટરીમાં ચોરીની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા ચોરીમાં સંડોવાયેલ આજ ફેકટરીમાં ભૂતકાળમાં કામ કરતા કર્મચારી સાથે કુલ 9 લોકોની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 31 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.

 

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે થોડા દિવસ પહેલા વરાછા વિસ્તારમાં આવેલ ડિઝલ જવેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં 9 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તમામ આરોપી મૂળ બંગાળના અને સોની કામ સાથે સંકળાયેલ હોવાની વિગત પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ સોનાની ડસ્ટમાંથી ઓગાળીને બનાવેલ લગડી નંગ 10 સાથે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળીને 31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
  સમગ્ર ઘટનામાં આરોપીએ ચોરી પહેલા રેકી કરી હતી. આ કારખાનામાં કામ કરતા એક કારીગર જે ભૂતકાળમાં આ કંપનીમાં કામ કરતો હતો જેને લઇને ચોરીની યોજના બનાવી હતી અને ચોરી કરવા માટે ખાસ દિલ્લીથી ચોરને બોલવામાં આવ્યા હતા.
પકડાયેલ આરોપીઓમાં લાલન શેખ, અરમાન મંડળ, સાકીબ શેખ, રાહુલ ઉદીન શેખ, નુરહસન શેખ, પ્રશાંત દાસ, સુજય દાસ, દેવાશીષ સમતો, જાફર શેખનો સમાવેશ થાય છે. તમામ આરોપી મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાની સાથે સોનાના કામ સાથે સંકળાયેલ હોવાને લઇને સુરતમાં રહેતા હતા. લાલન શેખ અને અરમાન મંડળને દેવું થઇ જતા બંને આરોપી સોની કામ સાથે સંકળાયેલ હોવાને લઈને સોનાની ફેક્ટરીમાંથી ચોરી કરી ડસ્ટમાંથી સોનુ ગાડીને તે વેચીને રૂપિયા મેળવાનું નક્કી કર્યું હતું.
સોની કામ કરતા અને કારીગરો પુરા પાડતા સુજયનો આ બંને ઈસમોએ સંપર્ક કરી તેના કારીગરો દ્વારા ચોરી કરી શકાય તેવી જગ્યા જાણવા માટે કહ્યું હતું. તે સમયે સુજલને દેવાશીષનો સંપર્ક થયો હતો અને તેને જાણકારી આપી હતી કે તે ચાર વર્ષ પહેલા જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં ચોરી કરી શકાય છે. જેને લઇને લાલન અને અરમાને ચોરી કરવા માટે દિલ્લીથી રાહુલ ઉદીનને બોલાવ્યો હતો. આ ફેકટરીમાં મહીન ની પહેલી અથવા બીજી તારીખે માલ વધુ હોલાને લઇને ચોરી કરવાનું નક્કી કર્યું. જોકે બે તારીખે રેકી કરી મોડી રાત્રે ચોરી કરવા માટે રાહુલ ઉદીન સાથે નુરહસન ગયો હતો અને ચોરી કરીને ત્યાંથી લાલન સાથે તેના ઘરે જઈને બીજા દિવસ જાફર ને ડસ્ટ આપતા તેને ગાડીને 10 લગડી બનાવી હતી. તેમાં એક વેચીને 2 લાખ રોકડા કરી ભાગવા જતા હતા તે સમયે પોલીસને તેમને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

(12:18 am IST)