Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

નાપાડ તળપદમાં અગમ્ય કારણોસર ઝાડ પર ફાસો ખાઈ પુરુષે જીવન ટૂંકાવ્યું

આણંદ: જિલ્લાના નાપાડ તળપદ ગામની સીમમાં એક બાવળના ઝાડ સાથે એક પુરુષે દોરીથી ટૂંપો લઈ પોતાના જીવનનો કરુણ અંત આણ્યો હતો. ગામમાં રહેતા અજાણ્યા પુરુષના મૃતદેહને જોતા જ વિજળી વેગે પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.જ્યાં મરણજનારના મૃતદેહને નીચે ઉતારી તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલે મોકલી દેવાયો હતો.જ્યારે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.
આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ નજીક આવેલ નાપા તળપદ ગામે આવેલ તલાવડી વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોવાની વાતે ચકચાર મચાવી હતી. આ વાત વિજળી વેગે પોલીસને મળતા કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.જ્યાં એક બાવળના ઝાડ સાથે લટકી રહેલ અંદાજીત ૫૫ વર્ષીય પુરુષના મૃતદેહને ગળામાંથી દોરી કાપી નીચે ઉતારાયો હતો. આ લાશને નજીકની સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.જ્યારે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી પ્રાપ્ય થઈ હતી.

(5:24 pm IST)