Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ગુજરાત STમાં ૪૦૦ કિ.મી. થી વધુ લાંબા રૂટની તમામ બસોમાં સ્‍લીપર કોચ થશે : ST કરશે ખાનગી ટ્રાવેલ્સની હરીફાઈ

અમદાવાદએસટી હવે તેની ૪૦૦ કિલોમીટરથી વધુ લાંબા રુટની રાત્રિની બસોને સ્લીપર કોચ બનાવવા જઈ રહ્યુ છે. લાંબા રુટની રાત્રિ બસોનો મોટાભાગનો બિઝનેસ હાલમાં ખાનગી ટ્રાવેલ્સ હસ્તક છે. તમામ સગવડો અને નિયમિતપણે રાત્રે બેથી ત્રણ જુદા-જુદા સમયગાળાએ રાત્રે ઉપડતી ખાનગી બસોની માફક એસટી પણ હવે આવક વધારવાના સ્ત્રોત ઊભા કરશે. એસટીની રાત્રિની કેટલાક રુટની બસોને સારો પ્રતિસાદ મળતા નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાનગી લક્ઝરી બસની સેવાને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં દરેક રુટ પર વધુ એસટી સ્લીપર કોચ ચાલુ કરવામાં આવે તેવો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે પછી ટૂંક સમયમાં ૪૦૦ કિલોમીટરથી વધુ લાંબો રુટ ધરાવતી તમામ નાઈટ બસ સ્લીપર કોચ બનશે. બસોમાં સીટિંગ અને સ્લીપર બન્ને સુવિધા ઉપલબ્ધ હશે. જેમાં સ્લીપિંગ સોફાનુ ભાડુ રૂપિયા ૪૦૦ આસપાસ અને સીટિંગનુ ભાડુ અંદાજે રૂપિયા ૨૬૬ આસપાસ રાખવામાંની વિચારણા તંત્ર દ્વારા થઇ રહી છે

(2:35 pm IST)