Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

અમદાવાદનો ફ્લાવર શો સોમ-મંગળવાર સુધી ચાલુ રહેશે:ભારે પ્રતિસાદ મળતા લેવાયો નિર્ણય

મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન અને વિકલાંગોને ફ્રી એન્ટ્રી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ફ્લાવર શોને ભારે પ્રતિસાદ મળતા ફ્લાવર શો આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે તા, 20 અને 21 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોમાં અમદાવાદની મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન અને વિકલાંગોને મફતમાં પ્રવેશ મળશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે યોજાયેલા ફ્લાવર શોને બહોળો પ્રતિસાદ માતા કોર્પોરેશન દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો 4 જાન્યુઆરી યોજાયેલા ફ્લાવર શોની આજે અંતિમ દિવસ હતો પરંતુ હવે બીજા બે દિવસ સુધી શહેરીજનો ફ્લાવર શોને માણી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અમદાવાદમાં છેલ્લાં 8 વર્ષથી યોજાતા ફલાવર શોમાં દર વર્ષે અલગ અલગ થીમ જોવા મળે છે... પરંતુ આ વર્ષે જોવા મળેલી થીમ અમદાવાદીઓ માટે જ નહીં પરંતુ દેશવાસીઓ માટે મહત્વની અને સંદેશ આપનારી બની રહી.

(9:34 pm IST)