Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

દેડીયાપાડા ખાતે પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સત્સંગ સભા યોજાઈ : ૨૫૦ જેટલા હરિભકતોએ લાભ લીધો હતો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના શ્રીરંગ સ્વામી, સંતપ્રકાશ સ્વામી તથા અનેક સ્વરૂપ સ્વામીની હાજરીમાં દેડીયાપાડા મુકામે સત્સંગ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નડિયાદ મંદિરથી પધારેલા શ્રીરંગ સ્વામીએ ભગવાન તથા સાચા સંતનો મહિમા જણાવી આપણા જીવનમાં ભગવાન, સંતો તથા મંદિરનું શું મહત્ત્વ છે તે સમજાવ્યું હતું.

  પૂજય સંતપ્રકાશ સ્વામીએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ગામે-ગામ વિચરણ કરી પરિવારમાં શોતિ સ્થપાય તે માટે અથાક ભીડો વેઠયો તે અંગે માહિતી આપી.આગામી ૨૦૨૦ માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જન્મજ્યતિ શતાબ્દી મહોત્સવ નિમીત્તે થનાર પારિવારીક શાંતિ અભિયાન ની વિસ્તૃત માહિતી આપી જેમાં ગુજરાતના તમામ ગામોમાં હરિભકતો, કાર્યકરો અને સંતો દ્વારા ઘરે-ઘર મુલાકાત લઇ પરિવારમાં શાંતિનો સંદેશો આપશે.

 પૂજય સંતોની હાજરીમાં ૨૫૦ જેટલા હરિભકતો સત્સંગ સભા તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

(4:59 pm IST)