Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

અમદાવાદની ગોમતીપુરના યુવકના મૃત્‍યુના મામલે નવો વણાંક આવ્‍યો : અસલાલી પોલીસે ૩ આરોપીને ઝડપી લીધા હતા : તમામ કામગીરી ર્પુર્ણ થયા બાદ ફરી ફરીયાદ ગોમતીપુર પોલીસને ટ્રાન્‍સફર કરતા અનેક અટકળો થવા લાગી !!

અમદાવાદઃ ગોમતીપુરના એક યુવકની તેના જ સાથીએ ત્રણ કલાક સુધી શરીરના ટુકડા કરી હત્યા કરવાના કેસમાં હવે પોલીસનું કોલ્ડવોર શરૂ થયું છે. અસલાલી પોલીસની હદમાંથી માત્ર લાશ મળી હતી પણ પોલીસ આરોપી સુધી પહોંચી જવાની હોવાથી પોલીસે જશ ખાંટવા હત્યાનો ગુનો નોંધી તેમાં આરોપીની પણ ધરપકડ કરી હતી. આરોપી ઝડપાઇ ગયો અને તમામ કામગિરી પૂર્ણ કર્યા બાદ હવે આ ફરિયાદ ગોમતીપુર પોલીસને ટ્રાન્સફર કરાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

બનાવની વિગક એવી છે કે ગત નવેમ્બર માસમાં એસપી રિંગ રોડ પર હાથીજણ તરફ સર્વિસ રોડ પર ચાની કિટલી નજીક બે પ્લાસ્ટીકની થેલીમાં અત્યત દૃગંધ મારતી હતી. ચાની કીટલી ધરાવતા વ્યકિતએ તરતજ પોલીસને જાણ કરી હતી. અસલાલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. પોલીસે પ્લાસ્ટીકની થેલી ખોલીને તપાસ કરતા તેમાં માથા વગરની અને ટુકડા કરેલી લાશ મળી હતી.અત્યંત ક્રૂર હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા અસલાલી પોલીસ, એલસીબી, એસઓજીની ટીમોએ  ઘટના સ્થળથી આસપાસના સીસીટીવી ફૂટેજ અને લાશની ઓળખ શરૂ કરી હતી.

દરમિયાનમાં ગોમતીપુરનો સાકીર શેખ નામનો યુવક  કેટલાક દિવસથી ગુમ થયો હોવાથી તેના પરિવારે અસલાલી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેમના DNA ટેસ્ટ માટે FSLમાં મોકલ્યા હતા. પોલીસે રોડ પાર તેમજ આસપાસના સીસીટીવી ફુટેજ પોલીસે તપાસ કર્યા હતા. જેમાં એક શંકાસ્પદ એક્ટીવા અને રીક્ષા ઘટના સ્થળ નજીક દેખાયા હતા. અસલાલીથી ઇસનપુર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા જેમાં ઇસનપુર સર્કલ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજમાં બે પ્લાસ્ટીકની થેલીઓ લઇને રીક્ષાચાલક જતો હોવાનું સામે આવ્યુ હતું.

જે આધારે પોલીસે આરોપી મતલુબ ફારૂક શેખની ધરપકડ કરી હતી.હત્યા કરીને આરોપીએ લાશના ટૂકડાં કરી નાખ્યા હતા

ગોમતીપુરનાં યુવક શાકિર મલેક ની હત્યા કરીને આરોપીએ તેના ટુકડા કરીને નાખ્યા હતા. પોલીસે 200 ફૂટ રિંગ રોડ પરથી મૃતકના હાથ અને પગ અને ધડ મળી આવ્યું હતું. પરંતુ મરનારનું માથું પોલીસ ને મળી આવ્યું ન હતું. તેના માટે પોલીસે આરોપીને સાથે રાખીને કેનાલમાં મૃતકનું માથું શોધવા માટે ટિમો કેનાલમાં સર્ચ કર્યું હતું પણ પોલીસને સફળતા મળી ન હતી.

ધંધાકીય અદાવતમાં આરોપી મતલુબ ફારુખ શેખ એ પોતાના મિત્રની ગળું દબાવીને હત્યા કરી ને તેની લાશના ટુકડા કરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ શાકિર મલેકનું માથું કાપીને રામોલની ખરીકેટ કેનાલમાં નાખી દીધું હતું.

(1:27 pm IST)