Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

સુરતમાં કચરાપેટીમાંથી બાળકી મળવાના પ્રકરણમાં નવી જ ચોંકાવનારી વિગત સામે આવતા ખળભળાટ : સુરતના પનાસ ગામમાં અસ્‍થિર મગજની બહેનને તેના સગાભાઇએ જ ગર્ભવતી બનાવ્‍યાનું સામે આવ્‍યું

સુરત : સુરતમાં સમાજને શર્મશાર કરતો એક કિસ્સો શહેરના પનાસ ગામમાં બન્યો છે. શુક્રવારે પનાસ ગામની કચરાપેટીમાંથી પતંગમાં વિંટળાયેલી એક બાળકી કચરાપેટીમાંથી મળી આવી હતી. આ બાળકી કોની છે તેની તપાસ કરી રહેલી પોલીસ પણ તેના માતાપિતાની વિગતો જાણીને ચોંકી ગઈ છે. પનાસ વિસ્તારમાં રહેતા એક સગીર ભાઈએ તેની 18 વર્ષની માનસિક અસ્થિર બહેન સાથે અનૈતિક સંબંધ બાંધ્યો હતો. આ સંબંધોના કારણે બહેનને ગર્ભ રહી ગયો હતો અને તેણે શુક્રવારે બાળકીને જન્મ આપ્યો હતો. પાંચ વર્ષની બાળકીને જન્મ બાદ તેણે કચરાપેટીમાં ફેંકી દીધી હતી.

બનાવની વિગત એવી છે કે સુરતના પનાસ ગામ ખાતે બે દિવસ પહેલાં આવાસ પાસે કચરાપેટીમાં ફેંકાયેલી નવજાત બાળકીમળી આવી હતી. કાતિલ ઠંડીમાં કચરાપેટીમાં ફેંકાયેલી નવજાત બાળકીને  સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલમાં ખસેડાઇ હતી. બાળકીનો જન્મ તે મળી તેના પાંચ થી સાત કલાક પહેલા જ થયો હોય અને તેની નાળ ઉપર હોસ્પિટલમાં મારવામાં આવતો ક્લેમ્પ ન હોય ડીલીવરી ઘરમાં જ થઇ હોવાની શક્યતાના આધારે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી.

બાળકીને તરછોડી દેનાર નજીકમાં જ રહેતી 18 વર્ષની યુવતી છે અને તે માનસિક બિમાર હોવાની વિગત સામે આવી હતી. જોકે આ યુવતી તેના 17 વર્ષીય ભાઈ સાથે રહેતી હોવાની વિગત સામે આવતા પોલીસે તેને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી જોકે આ યુવતી ની પૂછપરછ કરતા યુવતીના નિવેદને લઇને પોલ્સ પણ ચોકી ગઈ હતી આ બાળકો પિતા અનીય કોઈ નહિ પણ તેનો 17 વર્ષીય ભાઈ છે સગા ભાઈ સાથે શરીર સંબંધ બાંધતા તે ગર્ભવતી થઇ હતી.

શુક્રવારે ડસ્ટબીનમાંથી મળી આવેલી બાળકીની નાળ કપાયેલી ન હોવાથી હૉસ્પિટલમાં ન જન્મી હોવાની પોલીસને આશંકા ગઈ હતી.

ગર્ભવતી થતા શરીરમાં થતા ફેરફારોને છુપાવવા તેણે ઢીલા કપડાં પહેર્યા હતા. પરંતુ બે દિવસ અગાઉ બાળકીનો જન્મ ઘરે થતા તેને કેવી રીતે રાખવી તે મૂંઝવણમાં તેણે બાળકીને ઘર નજીક જ કચરાપેટીમાં તરછોડી દીધી હતી. યુવતીની કબૂલાતના આધારે ઉમરા પોલીસે તેના 17 વર્ષીય ભાઈ વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ભાઈએ માનસિક અસ્થીર બહેનને ગર્ભવતી બનાવ્યા બાદ તેને જન્મેલી બાળકીને કચરાપેટીમાં ત્યજી દીધી હતી. જોકે, આ બાળકીનું નસીબ સારૂ હતું કે એક કચરો ફેંકવા આવેલી કિશોરી ધારાએ તેને જોઈ લીધી હતી. કિશોરીએ તુરંતજ તેને બહાર કાઢી અને દૂપટ્ટામાં વિંટળી લીધી હતી. બાળકી પતંગના દોરામાં વિંટળાયેલી હતી અને તેના શરીર પર દોરીના કારણે ઉઝરડાં પડી ગયા હતા. સ્થાનિકોએ 108 અને પોલીસને બોલાવી અને આ બાળકીને તૂરંતજ બચાવી લીધી હતી.

(1:26 pm IST)