Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

હાલોલમાં પરણીતાની ગળેફાંસો ખાઈને આત્મહત્યા : પંખા સાથે સાડીનો છેડો બાંધીને ગળેફાંસો ખાદ્યો

પતિએ પણ ફાસો ખાઇને જીવન ટુકાવ્યું હતું અને આજે તેમનું બેસણું હતું

 

પંચમહાલ જિલ્લાના હાલોલમાં નંદલાલ શેરીમાં રહેતા માલુભાઈની પુત્રી જોશનાબહેનએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

  જાણવા મળ્યા મુજબ પિતા લોટ દરાવવા ગયા હતા અને ઘરમાં જોશનાબહેન એકલા હતા.ઘરમાં કોઈ હાજર હોવાથી આગળ પાછળના બારણાં બંધ કરી પંખા સાથે સાડીનો છેડો બાંધીને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું

   તેમના પિતા જયારે લોટ દરાવી પાછા આવ્યા ત્યારે બારણાં બંધ હતા.તેમને પુત્રી જોશનાબહેનને બૂમ પાડી પરંતુ બારણું ખોલતા બુમાબુમ કરતા શેરીના લોકો એકઠા થઈ ગયા હતા.જોશનબહેનને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસએ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પરણીત જોસનાબહેનના પતિએ પણ ફાસો ખાઇને જીવન ટુકાવ્યું હતું અને આજે તેમનું બેસણું હતું

(10:28 pm IST)