Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

સમીમાં ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ ભભૂકી :વીજતાર સંપર્કમાં આવતા લાગી: ટ્રક ડ્રાયવરનો આબાદ બચાવ

સમીમાં ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. પશુપાલકો માટે ધાસચારો ભરેલી ટ્રક વીજવાયર નીચેથી પસાર થતા સમયે વીજતારના સંપર્કમાં આવવાને લીધે ઘાસમાં આગ લાગી ગઇ હતી. જેના કારણે મોંઘાભાવનો ઘાસચારો સંપૂર્ણ રીતે બળીને ખાક થઇ ગયો હતો

   સ્થાનિકોએ આગને બૂજાવવાના પૂરતા પ્રયત્નો આદર્યા હતા. જોકે ટ્રકનો ડ્રાયવર તેની સમયસૂકતાના કારણે ટ્રકને છોડી બાહર નીકળી જતા તેનો બચાવ થવા પામ્યો હતો.

(8:36 pm IST)