Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

વાસદ હાઇવે પરથી પોલીસે કારમાંથી 1.18 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: ડ્રાઈવરની ધરપકડ કરી

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે વાસદ હાઈવે પર આવેલા ટોલનાકા નજીકથી એક સ્વીફ્ટ ડીઝાયર કારને ઝડપી પાડીને તેમાંથી ૧.૧૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે ડ્રાયવરની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને હકિકત મળી હતી કે, વડોદરાથી એક કારમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો વાસદ થઈને સૌરાષ્ટ્ર તરફ જનાર છે જેથી પોલીસની ટીમ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા વાસદના ટોલનાકા નજીક વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર જીજે-૨૭, એપી-૧૭૬૮ની આવી ચઢતાં પોલીસે તેને અટકાવવા માટે ઈશારો કર્યો હતો પરંતુ ચાલકે કારને ભગાવી મુકી હતી જેથી ખાનગી તેમજ સરકારી વાહનોની આડશ કરીને કારને વાસદ ગામ તરફ જવાના રોડ ઉપર રોકી લીઘી હતી. કારની તલાશી લેતાં અંદરથી રોયલ સ્ટેગ અને ઈમ્પીરીયલ બ્લ્યુની કુલ ૨૮૮ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની કિમત ૧,૧૮,૮૦૦ રૂપિયા જેટલી થવા પ્રાપ્ત વિગતો અનુસાર નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને હકિકત મળી હતી કે, વડોદરાથી એક કારમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો વાસદ થઈને સૌરાષ્ટ્ર તરફ જનાર છે જેથી પોલીસની ટીમ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા વાસદના ટોલનાકા નજીક વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર જીજે-૨૭, એપી-૧૭૬૮ની આવી ચઢતાં પોલીસે તેને અટકાવવા માટે ઈશારો કર્યો હતો પરંતુ ચાલકે કારને ભગાવી મુકી હતી જેથી ખાનગી તેમજ સરકારી વાહનોની આડશ કરીને કારને વાસદ ગામ તરફ જવાના રોડ ઉપર રોકી લીઘી હતી. કારની તલાશી લેતાં અંદરથી રોયલ સ્ટેગ અને ઈમ્પીરીયલ બ્લ્યુની કુલ ૨૮૮ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની કિમત ૧,૧૮,૮૦૦ રૂપિયા જેટલી થવા 

(5:45 pm IST)