Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ગુજરાતમાં વધુ ૧૫૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરીશું

આદિત્ય બિરલા ગ્રુપના વડાની જાહેરાત : ગુજરાત તાતાનું ત્રીજું સૌથી રોકાણ ધરાવતું રાજ્ય બન્યું

ગાંધીનગર, તા. ૧૮ :   આદિત્ય બિરલા ગ્રૂપના કુમારમંગલમ્ બિરલાએ જણાવ્યું હતું કે, ગુજરાત એ ભારતનું સૌથી લોકપ્રિય વાઇબ્રન્ટ પિકચર છે. અલ્ટ્રાટ્રેક કંપનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ભાગ લીધો છે. વડા પ્રધાનની આગેવાનીમાં ભારત સુપર પાવર બની રહ્યું છે. ગુજરાતમાં ર૬,૦૦૦ લોકો અમારી કંપનીમાં કામ કરી રહ્યા છે. ઘોલેરા ફોરલેન પ્રોજેકટ, મેટ્રો રેલમાં પણ અમારી પ્રોડકટ ઉપયોગમાં લેવાઇ રહી છે. ૩૦૦૦ કરોડનું રોકાણ અમે ગુજરાતમાં કર્યું છે. હવે હજુ વધુ ૧પ હજાર કરોડનું રોકાણ કરીશું. ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરે તેમના પ્રવચનમાં જણાવ્યું  હતું કે, ગુજરાતમાંથી ટાટાનો ઉદય થયો છે. જમશેદજી ૧૮૩૯માં અહીં જન્મ્યા હતા ત્યારથી અમે અહીં છીએ. ગુજરાત ટાટા જૂથનું ત્રીજું સૌથી વધુ રોકાણ ધરાવતું રાજ્ય છે. જ્યાં રપ૦૦૦થી વધુ લોકો કામ કરે છે. અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ પણ વાયબ્રન્ટમાં મોટી જાહેરાત કરી હતી. કચ્છમાં સૌથી મોટા સોલર પાવર પ્રોજેકટ સહિત રૂ.પપ હજાર કરોડના રોકાણની જાહેરાત કરી હતી. અન્ય ઉદ્યોગપતિઓની સાથે ગોત્તમ અદાણીએ પણ મોટી પહેલ કરી હતી. હાઇબ્રિડ સોલાર પ્લાન્ટ, લખપતમાં સિમેન્ટ પ્લાન્ટ અને કચ્છમાં એક ગીગાવોટના ડેટા સેન્ટરની વાત કરવામાં આવી છે. અદાણી ગયા સપ્તાહમાં જ આંધ્રપ્રદેશ સરકાર સાથે ૭૦૦૦૦ કરોડનું રોકાણ કરવાના કરાર કર્યા હતા જ્યારે ગુજરાતમાં ૫૫૦૦૦ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વનું પહેલુ સોલાર ઉર્જા પર ચાલતુ ડેટા સેન્ટર આંધ્રમાં સ્થાપિત કરવામાં આવશે.

 

(8:58 am IST)