Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વડોદરાના વૈભવી શોરૂમ સી,એચ,જવેલર્સને સીલ કરાતા બાકી વેરાનો 23 લાખનો ચેક લખી અપાયો

જવેલરી શોરુમનો પાંચ વર્ષથી બાકી વેરા મામલે કોર્પોરેશનના કડક વલણથી વસુલાત

વડોદરા ;શહેરના પોશ વિસ્તારમાં આવેલ વૈભવી શોરૂમની બાકી વેરા વસુલાત માટે કડક વલણ અપનાવતા 23 લાખના વેરાની વસુલાત થઇ હતી કોર્પોરેશને અલકાપુરી વિસ્તારમાં આવેલા જ્વેલરીના વૈભવી શો રૃમ સી એચ જ્વેલર્સને વહેલી સવારે સીલ મારી દેતા ખળભળાટ મચી ગયો હતો. સીએચ જ્વેલર્સે મિલકત વેરા પેટે લગભગ 23 લાખની રકમ ભરવાની થતી હતી. રકમ છેલ્લા પાંચ વર્ષથી બાકી હતી.જોકે આજે કોર્પોરેશને લાલ આંખ કરીને શો રુમના સંચાલકો આવે તે પહેલા સીલ મારી દીધુ હતુ.સવારે શો રુમ ખોલવા માટે આવેલા સંચાલકો સીલ જોઈને હાંફળા ફાંફળા થઈ ગયા હતા. આખરે તાત્કાલીક ધોરણે કોર્પોરેશનને 23 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. પછી કોર્પોરેશને સીલ ખોલી નાંખ્યુ હતુ. દરમિયાન બે કલાક સુધી શો રૃમ બંધ રહ્યો હતો.

(12:26 am IST)