Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

હાર્દિક પટેલ સહીત પાસ સમીતી રાજયપાલને મળશેઃ સમય માંગ્યો

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સહિત પાસ સમીતીના ૨૧ સભ્યોએ રાજયપાલ ઓ. પી. કોહલીને મળવા પત્ર લખ્યો છે. તેમણે રાજયપાલને મળી તેમની માંગણીઓ અને રાજયની હાલ સ્થિતી અંગે ચર્ચા કરશે. આ અંગે સમીતીએ પત્ર લખીને રાજયપાલને મળવાનો સમય માંગ્યો છે.

છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને નવા વર્ષથી પુનઃ ધમધમતું કરવાની હાર્દિક પટેલે જાહેરાત કરી હતી. તેમજ હાર્દિક પટેલે આ અંગે આજે જણાવ્યું છે કે અમે અસત્ય અને અન્યાય સામે લડાઇ લડી રહયા છીએ. આંદોલન મજબુત કરીશું. ગામડે ગામડે લોકોને જાગૃત કરીશુ અનામત, ખેડુત અને યુવાનોના ભવિષ્ય માટે લડવાનો નિર્ધાર કર્યો છે. તેમાં સમાજ તરફથી સાથ મળે તેવી અપેક્ષા છે.

જે અંતર્ગત હાર્દિક પટેલે મોરબી જિલ્લાના ગામડાઓમાં અનામત ખેડુત અને બેરોજગારી મુદ્દે જન જાગૃતી મીટીંગનું આયોજન કર્યુ હતું. જેમાં ગામડે ગામડે તમામ સમાજને સાથે રાખીને ર૧ યુવાનોની ટીમ બનાવવામાં આવશે તેમજ વર્તમાન ભાજપ સરકાર સામે મજબુત લડવા અને જનતાને અધિકાર અપાવવા આ લડતમાં જાડાવવામાં લોકોને અપીલ કરી હતી.

(5:46 pm IST)