Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

અથર્વ પ્લાનિંગ & રિસર્ચ સેન્ટર દ્વારા આજે હોમ સ્ટે જાગૃતિ માટે રાજપીપળા નગરપાલિકા ખાતે કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા હોમ સ્ટે પોલિસી અમલમાં મુકાઈ છે જેની લોક જાગૃતિ માટે રાજપીપળા નગરપાલિકા ખાતે એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજપીપળાના શહેરીજનો,સખી મંડળ ની બહેનો તેમજ પાલિકા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
      આ કાર્યક્રમમાં અથર્વ પ્લાનિંગ & રિસર્ચ સેન્ટરના પ્રોજેકટ આસિસ્ટન્ટ રાજેશ કટારીયા,રિસર્ચ આસિસ્ટન્ટ અમિષા પટેલ,પ્રોજેકટ આસિસ્ટન્ટ ભાગ્યશ્રી સોની,હોમ સ્ટે એક્સપર્ટ પ્રશાંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સાથે નગર પાલિકાના ના મેનેજર નિશાબેન પરમાર,સૌમિલ ભટ્ટ અને કર્મચારીગણ હાજર રહ્યા હતા.
      આ કાર્યક્રમ માં હોમ સ્ટે બાબતેની વિસ્તૃત જાણકારી આપી લોકોમાં આ માટેની જાગૃતિ આવે અને વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય તે માટે યોગ્ય જાણકારી આપી હોય લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો

(11:55 pm IST)