Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

રાજપીપળા જિલ્લા પંચાયત ભવન ખાતે “બેટી બચાવો-બેટી પઢાવો” યોજના અંતર્ગત યોજાયેલી કન્વર્ઝન્સ બેઠક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમના અધ્યક્ષપદે જિલ્લા પંચાયત ભવન ખાતે “બેટી બચાવો- બેટી પઢાવો” યોજના અંતર્ગતની કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત સરકારી વિભાગો સાથે યોજાયેલી કન્વર્ઝન્સ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની સાથોસાથ આ યોજનાના અમલીકરણમાં સંબંધિત અન્ય સરકારી વિભાગો સાથેના પરસ્પર સુચારૂ સંકલન દ્વારા ઉક્ત બાબતે પરિણામલક્ષી સિધ્ધિ હાંસલ થાય તે જોવા પર ખાસ ભાર મૂકાયો હતો

 .જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજસ ચૌધરી,જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી જયેશ પટેલ , જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી  એસ.વી. રાઠોડ, યુવા વિકાસ અધિકારી પી.બી.હાથલીયા, મહિલા અને બાળ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સુરી ઉપરાંત માહિતી, શિક્ષણ, આઇસીડીએસ વગેરે જેવા સંબંધિત વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમે હાલની કોરોના મહામારીને અનુલક્ષીને કોવિડ- ૧૯ ની માર્ગદર્શિકાના ચૂસ્ત પાલન સાથે કાર્ય યોજનાનો અમલ થાય તેની ખાસ કાળજી રાખવાની તાકીદ કરી હતી

આ બેઠકમાં નર્મદા જિલ્લામાં “બેટી બચાવો-બેટી પઢાવો” યોજના અંતર્ગત બાળ લગ્ન અટકાવવા, દિકરીઓની સ્ત્રીભ્રૃણ હત્યા અટકાવવા,દિકરીના જન્મને વધાવવા, દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા,મહિલા સશક્તિ- કરણને વેગ આપવા સહિતના શિક્ષણ, આરોગ્ય વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં સામાજિક જાગૃત્તિ કેળવવા માટે શિક્ષણ, ખેલકૂદ, આરોગ્ય, કલા-સાંસ્કૃતિક વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ હોય તેવી દિકરીની યોજના માટે જિલ્લાકક્ષાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની પસંદગી કરવા અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી

(11:49 pm IST)