Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

મીની કાશ્મીર ગણાતા રાજપીપળા શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાતા લોકોએ સેલ્ફીની મઝા માણી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આજે વહેલી સવારે રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળતા આ આહલાદક નજારો જોઈ મોર્નિંગ વોકમાં નીકળેલા સૌ કોઈને કાશ્મીર જેવો અહેસાસ થયો આમ પણ નર્મદા જિલ્લો મીની કાશ્મીર તરીકે ઓળખાય છે ત્યારે આજે ખરેખર કાશ્મીર જેવો માહોલ જોવા મળતા મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોએ સેલ્ફીની મજા પણ માણી ત્યારે  હિમાચલ પ્રદેશ,કાશ્મીરની જ્ગ્યાએ નર્મદા જિલ્લામાં પ્રવાસીઓએ મુલાકાત લેવી જોઈએ તેમ ઘણા લોકોના મુખે સાંભળવા મળ્યું હતું.

(11:45 pm IST)