Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

વડોદરામાં મંજુસર જીઆઈડીસીમાં ધમાલ કરનાર 11 કામદારોના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા:અગાઉ મંજુસર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં છૂટા કરી દેવાયેલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ યુનિયનના હોદ્દેદારોની ચડામણીથી હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓની ગાડી પર રાત્રે હુમલો કરી ડ્રાઇવર સહિત બે વ્યક્તિને ઇજા પહોંચાડી હતી. ગુનામાં સંડોવાયેલા અગાઉ આઠ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે બાકીના 11 પૂર્વ કર્મચારીઓએ પોતાની આગોતરા જામીન અરજી અદાલતમાં રજુ કરતા અદાલતે જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.

સુરતની લીલી પેકર્સ પ્રા.લી. કંપનીને મંજુસર જીઆઇડીસીમાં આવેલી AMVIAN ઓટોમોટિવ પ્રા.લી. કંપનીમાં પેકેજિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી તા.21 સપ્ટેમ્બર 2020થી મંજૂસરની કંપનીમાં કામ શરૃ કરવામાં આવ્યું છે. લીલી પેકર્સ કંપનીના આસિસ્ટન્ટ ડિઝાઇનર અને એન્જિનિયર પ્રતિક સતિષ દેશમુખ એક મહિના અગાઉ કંપનીની બોલેરો ગાડીમાં મંજુસરની કંપનીમાંથી સેકન્ડ શિફ્ટના કર્મચારીઓને લઇને પરત જતા હતા ત્યારે આસોજ પાસે 15થી 20 જેટલી વ્યક્તિઓ હાથમાં સળિયા તેમજ પથ્થરો લઇને ઉભા હતાં.

(5:42 pm IST)