Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

જીટીયુને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી-પ્રશંસા એવોર્ડ સહિત કુલ 3 એવોર્ડ એનાયત કરાયા

કર્મચારી તુષાર પંચાલને બેસ્ટ કોઓર્ડિનેટર અને કરણ સારગરાને બેસ્ટ મેન્ટર્સનો એવોર્ડ: જીટીયુ દ્વારા 313 સ્ટુડન્ટ ઈનોવેશન અને સ્ટાર્ટઅપને 1.04 કરોડની સહાય કરાઈ

અમદાવાદ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત નેશનલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ મીટ- 2020 યોજવામાં આવી હતી. જેમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી માટે કાર્યરત સંસ્થા અને રાજ્યની 3 યુનિવર્સિટીને જુદી-જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે

જીટીયુને પ્રશંસા એવોર્ડ સહિત ઈન્ક્યુબેશન મેનેજર તુષાર પંચાલને બેસ્ટ SSIP કોઓર્ડિનેટર અને કરણ સારગરાને બેસ્ટ SSIP મેન્ટર્સનો એવોર્ડ આપીને સન્માનવામાં આવેલ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ-2017થી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) શરૂ કરવામાં આવેલી છે. સરકારની આ પોલિસીમાં સહભાગી થવા હેતુસર જીટીયુ દ્વારા પણ રાજ્યમાં અમદાવાદ , સુરત , વડોદરા અને રાજકોટ સહિત 4 રીજનલ સેન્ટર્સ શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે યોગ્ય મેન્ટર્સની પણ નિમણૂક કરવામાં આવેલી છે. GTU SSIP Award

આ ઉપરાંત ઈનોવેશનના આઈડિયાથી લઈને ફાઈનલ પ્રોડક્ટ નિર્માણ સુધીની તમામ પ્રકારની સહાય જીટીયુ દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી જીટીયુ દ્વારા 313 સ્ટુડન્ટ ઈનોવેશન અને સ્ટાર્ટઅપને 1.04 કરોડની સહાય આપવામાં આવી છે. જ્યારે 116 ઈનોવેશનની પેર્ટન ફાઈલ કરવામાં આવેલ છે.

(10:50 pm IST)