Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

સુરતના કતારગામમાં ડાયમંડ મેન્શનમા તસ્કરો ત્રાટક્યા :1. 35 કરોડના હીરા અને ગોલ્ડની ચોરી

રાઇમ બ્રાન્ચ,પીસીબી,ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે:સીસીટીવી ફૂટેજ આધારે ચોરની શોધખોળ

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કિરણ જેમ્સની પેઢી ડાયમંડ મેન્શનમાંથી રૂપિયા 1. 35 કરોડના હીરા અને ગોલ્ડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે.

 આ અંગેની વિગત મુજબ સુરતના કતારગામ વિસ્તાર નંદુ ડોશીની વાડી પાસે આવેલી કિરણ જેમ્સની પેઢી ડાયમંડ મેનશનમાં મોડી રાત્રે તસ્કરો આશરે 2 વાગ્યાથી 5 વાગ્યાના અરસામાં અજાણ્યા ઇસમો બોઇલર રૂમની પાછળના ભાગે આવેલી ગ્રીલ તોડીને અંદર પ્રવેશ્યા હતા. જ્યાંથી દાગીના બનાવવા માટે ગાળવામાં આવેલું રૂપિયા 1.20 કરોડનું સોનુ અને 53 કેરેટના 15 લાખના હીરા મળી કુલ રૂપિયા 1.35 કારડો રકમના દાગીના હીરાનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

  ચોરીની ઘટના અંગે સંચાલકોને જાણ થતાં તાત્કાલીક કતારગામ પોલીસ મથકે જાણ કરી હતી. કતારગામ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ,પીસીબી,ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજ ના આધારે ઘટના ને અંજામ આપનાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે

(11:37 pm IST)