Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

વડોદરામાં ત્રણ દિવસ એરફોર્સનો ભરતીમેળો યોજાશે: 19 જિલ્લામાંથી 2 હજારથી વધુ ઉમેદવારો હાજર રહ્યા

 

વડોદરા :આગામી રવિવારથી ત્રણ દિવસ માટે વડોદરામાં એરફોર્સનો ભરતી મેળો યોજાશે. જેના પ્રથમ દિવસે યોજાયેલ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાં વડોદરા સહિત 19 જિલ્લામાંથી 2 હજારથી વધુ ઉમેદવારો હાજર રહયાં હતાં.

   ત્રણ દિવસ સુધી ભરતી પ્રક્રિયા અંતર્ગત અલગ અલગ પરીક્ષાઓનું આયોજન થનાર છે. રવિવારે સવારથી નવલખી મેદાન ખાતે એરફોર્સ ભરતીમેળાના પ્રથમ ચરણનો પ્રારંભ થયો હતો. જેમાં રાજ્યભરમાંથી વડોદરા સહિત 19 જિલ્લામાંથી 2 હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહયાં હતાં.

  ઉમેદવારોને 1.6 કિમીની દોડ, ક્રંચીસ, પુશ- અપ્સ, પુલ-અપ્સ સહિતની શારિરીક યોગ્યતા કસોટી લેવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે અને મંગળવારના રોજ લેખીત પરીક્ષા બાદ નક્કી કરાયેલા ઉમેદવારો પસંદગીના અંતિમ ચરણમાં પહોંચશે.

(12:51 am IST)