Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ડીસાના કંસારી પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપાયા

ખાણ ખનીજ વિભાગ દ્વારા આઠ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

ડીસાના બનાસ નદીમાંથી ખન્ન માફિયાઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં માટી ઉલેચી તેની ચોરી કરવામાં આવતી હોવાની વ્યાપક બૂમ ઉઠવા પામી છે ત્યારે ડીસા તાલુકાના કંસારી પાસેથી ગેરકાયદેસર રીતે માટી ભરીને કેટલાક ડમ્પર જતા હોવાની બાતમી મળતા ખાણ ખનીજ વિભાગની ટીમે માર્ગ કોર્ડન કરી લીધો હતો બાદમાં આ માર્ગેથી GJ 08 AU 3244, RJ 46 GA 3244, 3)GJ 08 Y 7345 તથા GJ 08 AU 0092 નંબરના ડમ્પર માટી ભરીને પસાર થઈ રહ્યા હતા તેને રોકી પૂછપરછ કરી પાસ પરમીટ માગી હતી પરંતુ આ ચાર ડમ્પરચાલક ગેરકાયદેસર રીતે પસાર થતો હોવાનું બહાર આવતા ખાણ-ખનીજ વિભાગે આ તમામ ડમ્પરોને ઝડપી લીધા હતા જ્યારે આ ડમ્પર ચાલકોને રૂપિયા ૮ .50 લાખ રૂપિયાનો દંડ ફટકારી હોવાનું ખાણ-ખનીજ વિભાગે જણાવ્યું હતું

(10:04 pm IST)