Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

વલસાડ પાવર હાઉસ નજીક ગમખ્વાર અકસ્માત :ટ્રકની ઠોકરે એક્ટિવા સવાર બે પિતરાઈ ભાઈઓના કરૂણમોત

વલસાડઃ શહેરના પાવર હાઉસ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એકજ પરિવારના બે પિતરાઇભાઈના મોત થયા હતા. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે યુવાનોને કચડ્યા હતા. ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો

  . અકસ્માતને કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. મૂળ વલસાડના અને હાલ મુંબઈમાં રહેતા એક જ પરિવારના બે પિતરાઈ ભાઈઓના મોત થતા પરિવારમાં શોકમાં ડૂબી ગયો હતો.

(7:51 pm IST)