Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

નવરાત્રી દરમ્યાન જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં જાહેરમાં મહિલાઓની છેડતી કરનાર 10 નરાધમ પોલીસના સકંજામાં

અમદાવાદ:નવરાત્રી દરમિયાન જી.એમ.ડી.સી.ગ્રાઊન્ડ નજીક ગરબા રમવા આવતી જતી યુવતીઓ અને મહિલાઓને બિભત્સ ઈશારા કરનારા ૧૦ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે સોલા પોલીસે પણ ગોતા નજીક યુવતીઓની છેડતી કરનારા શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસ આવતા નાસભાગ મચી ગઈ : વસ્ત્રાપુર પોલીસે કોર્ડન કરીને પકડી લીધા : સોલા પોલીસે પણ છેડતી કરનારાઓને પકડયા 

જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ નજીક નવરાત્રીને પગલે ગરબા રમવા આવતી યુવતીઓ અને મહિલાઓની મોટી સંખ્યામાં અવરજવર હોય છે. દરમિયાન અહીં કેટલાક શખ્સો મહિલાઓને ચાલો આવવું છે કહી હાથ વડે બિભત્સ ઈશારા કરતા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને નજરે ચડયા હતા. જોકે પોલીસને જોઈને આ શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. પરંતુ પોલીસે તેમને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. જેમાં સાણંદના ૧૦ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. આરોપીઓમાં ગણેશ રબારી, પુનીત કુશવાહ, સુરેશ રબારી, મહેશ પંડુર, માંગીલાલ બ્રામણા, કલ્પેશ વાઘેલા, રાજેશ ડામોર, પંકજ બારીયા, લોકેશ માલી અને ભગીરથ મેઘવાલનો સમાવેશ થાય છે.

(5:49 pm IST)