Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ગાંધીનગરમાં કલ્‍ચરલ ફોરમ આયોજીત ગરબામાં આઠમની આરતીનો અદભુત નજારો

ગાંધીનગરઃ દર વર્ષે ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેની આઠમની આરતી અદભૂત નજારો જોવા મળે છે. વર્ષે નવરાત્રીમાં હજારો ભક્તો દીવડાં લઈને મા અંબાની પ્રતિકૃતિ તૈયાર કરી.

વિદેશથી મહેમાનો આવે છે

કલ્ચરલ ફોરમની નવરાત્રી માટે વિદેશથી પણ મહેમાનો ગરબા રમવા માટે ખાસ આવે છે. આઠમની આરતી દરમિયાન અનેક મોટી હસ્તીઓ સાથે રાજ્યપાલ .પી. કોહલી પણ હાજર રહ્યા હતા.

25 હજાર ભક્તોએ મા અંબાની પ્રતિકૃતિ બનાવી

મહાઆરતીના સમયે 25 હજારથી વધુ ભક્તો હાથમાં દીવડાં લઈને મા અંબાની આરતી ઉતારી હતી. સમયે ભક્તો માં અંબાની પ્રતિકૃતિ બનાવી હતી. સમયે જે આકાશી નજારો હતો તે જોઈને લાગે છે કે જાણે સાક્ષાત મા અંબા દર્શન માટે ગબ્બરથી નીચે ઉતર્યા છે.

71 ફૂટ ઊંચા ગબ્બરનું નિર્માણ

વર્ષે કલ્ચર ફોરમ ખાતે સ્ટેજ પાસે 71 ફૂટ ઊંચા ગબ્બર પર્વતનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગરબાના ગ્રાઉન્ડને ગબ્બર ચોક તરીકે નામ આપવામાં આવ્યું છે.

(5:40 pm IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST

  • સમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST