Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સુરતના વરાછામાં ઉમિયાધામમાં 35 હજાર દીવડાની મહાઆરતી :દિવ્ય દ્રશ્ય

હાર્દિક પટેલ સહીત કેબિનેટ મંત્રી,સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતમાં હજારો પાટીદારોએ લીધો અલૌકિક લ્હાવો

સુરતમાં નવરાત્રિની આઠમ નિમિત્તે ઉમિયાધામ ખાતે મહાઆરતી અને મશાલયાત્રાનું આયોજન થયેલ, આઠમની પવિત્ર રાત્રિએ પારંપરિક રીતે ગરબા, મશાલ અને 35 હજારથી વધુ દિવડાઓથી માતાજીની ભિન્ન રીતે મહાઆરતી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતાં

છેલ્લા 24 વર્ષથી યોજાતી આ મહાઆરતીમાં શહેરના શહેરના અગ્રણી, વ્યવસાયિકો સહિત 35 હજારથી વધુ લોકો ઉપસ્થિત હતા. રાજયના કેબીનેટ મંત્રી , સાંસદ અને ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ હાજર રહ્યાં હતા.

(1:10 am IST)
  • વાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST

  • સુરતમાં હત્યાનો દોર યથાવત:જહાંગીરપૂરા વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ:રસીદ ઉર્ફે બાબુ નામના યુવકની થઈ હત્યા :જૂની અદાવતમાં યુવકને ઉતારી દીધું મોતના ઘાટ:મૃતક રસીદ માથે ભારે શખ્સ હોવાની વાત:જહાંગીરપૂરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 1:45 pm IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST