Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

અંકલેશ્વરમાં ચેન સ્નેચરો બેફામ :બે મહિલાઓના ગળામાંથી ચેન તફડાવીને બાઈક સવાર ફરાર

બાળકને શાળાએથી લઈને ફરતા શીતલબેન અને ઘરના આંગણામાં સાફ સફાઈ કરતા મંજુલાબેનનો ચેન આંચકી લીધો

અંકલેશ્વર :શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં બે મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચીંગના બનાવ બનતા પોલીસે ચેઇન સ્નેચરોની તપાસ હાથ ધરી છે.

  પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર શહેરની કેશવપાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર પોતાના બાળકને શાળાએથી લઇ પરત ફરતા શીતલબેન પટેલની પાસે આવી અચાનક તેમના ગળાની સોનાની ચેઇન તોડી બાઈક પર આવેલ બે ઈસમો ફરાર થઇ જવાનો બનાવ બનવા પામ્યો હતો.

  જયારે ચેઇન સ્નેચીંગનો બીજો બનાવ અંકલેશ્વરની વૃંદાવન ટાઉનશીપ ખાતે બનવા પામ્યો હતો. જેમાં સોસાયટીમાં જ રહેતા મંજુલાબેન પટેલ સવારના સમયે ઓતાના ઘરનું આંગણાની સાફ સફાઈ કરતા હતા. દરમ્યાન બાઈક ઉપર અચાનક ઘસી આવેલ બે અજાણ્યા ઈસમો દ્વારા તેમના ગળામાંથી બે તોલાનો સોનાનો અછોડો તોડી ફરાર થઇ ગયા હતા. આ બન્ને બનાવો અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ચેઇન સ્નેચરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે

(10:22 pm IST)
  • મીટુ વિવાદ : એમ.જે. અકબરનું ૩૧મીએ નિવેદન લેવાશે : વધુ સુનાવણી તે જ દિવસેઃ એમ.જે. અકબર કોર્ટમાં હાજર ન રહ્યોઃ ગીતા લુથરા લડે છે તેમનો કેસ access_time 3:38 pm IST

  • #MeToo ના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે આપ્યું રાજીનામું : 20 જેટલી મહિલાએ લગાવ્યો હતો આરોપ : મને કાયદા પર પૂરો ભરોસો છે, મારા પર ખોટા આરોપો લગાવ્યા છે - એમ.જે. અકબર access_time 6:35 pm IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST