Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વલસાડમાં હવે વ્યાજખોર અને જમીન માફિયાઓની ખેર નહી:વ્યાજ ખોરીના ધંધો કરનારની માહિતી અને જમીન માફિયાનો ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવા ડો. રાજદિપસિંહ ઝાલાની અપીલ

(કાર્તિક બાવીશીદ્વારા ) વલસાડ : વલસાડમા વ્યાજખોરીના ધંધામાં ગુનાખોરી વધતી અટકાવવા માટે વ્યાજખોરોને ડામવા જરૂરી બન્યા છે. આ સિવાય જિલ્લામાં જમીન માફિયાઓની પણ વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે તેમની કમર ભાંગવા પોલીસ સજ્જ બની છે. વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ આ બંને ક્ષેત્રમાં ગુનાખોરી આચરનારાઓ સામે પગલાં ભરવા પોલીસને સૂચન કર્યું છે. અને લોકોને મદદ માટે પોલીસ પાસે આવવા અપિલ કરી છે. 

 વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલા જિલ્લામાં ગરીબલોકો પર થતા વ્યાજખોરોના દમન અટકાવવા સજાગ બન્યા છે. વ્યાજખોરીની વ્યાપક ફરિયાદ સામે તેઓ હવે આવા ખોટી રીતે વ્યાજનું ધિરાણ કરી ઉંચુ વ્યાજ વસૂલાનારા સામે પગલા ભરવા માટે સક્રિય બન્યા છે. તેમજ આવા વ્યાજખોરોની માહિતી પોલીસને આપવા માટે તેમણે લોકોને અપિલ કરી છે. 

 વલસાડમાં વ્યાજખોરો સિવાય ભૂમાફિયાની પણ ભારે ફરિયાદ ઉઠી છે. ખોટા દસ્તાવેજ બનાવી જમીન અને મિલકત પચાવી પાડવાની ઘટના વખતો વખત બનતી રહી છે. આવા ભૂમાફિયાઓને જૈર કરવા પણ વલસાડ પોલીસ હાલ સજાગ બની છે. જિલ્લાના બાહોશ એસપી ડો. રાજદિપસિંહ ઝાલા આવા જમીન માફિયાઓની કમર તોડવા મેદાને પડ્યા છે અને તેના ભોગ બનેલા લોકોને પોલીસની માટે મદદ લેવા આગળ આવવાની અપિલ કરી રહ્યા છે. જો કોઇ પણ આવા વ્યાજખોરો કે જમીન માફિયાઓનો ભોગ બન્યા હોય તો તેઓ વલસાડ એસપીનો સંપર્ક કરી શકે છે.

(11:28 pm IST)